ચન્દ્રયાનની સફળતાએ ઉત્સવના આ માહોલને અનેક ગણો વધારી દીધો છે
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘મને યાદ નથી આવતું કે ક્યારેય એમ બન્યું હોય કે શ્રાવણના મહિનામાં બે વખત ‘મન કી બાત’ કાર્યક્રમ થયો હોય. શ્રાવણ એટલે કે મહાશિવનો મહિનો, ઉત્સવનો મહિનો. ચન્દ્રયાનની સફળતાએ ઉત્સવના આ માહોલને અનેક ગણો વધારી દીધો છે, જેની જેટલી ચર્ચા કરવામાં આવે એટલી ઓછી છે.’
તેમણે કહ્યું હતું કે ‘૨૩ ઑગસ્ટે ભારતના ચન્દ્રયાને પુરવાર કરી દીધું છે કે સંકલ્પના કેટલાક સૂરજ ચન્દ્ર પર પણ ઊગે છે.’
ADVERTISEMENT
સ્પોર્ટ્સના સેક્ટરમાં ભારતની સિદ્ધિ વિશે તેમણે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં જ ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી, જેમાં આ વખતે ભારતે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે. આપણા પ્લેયર્સે કુલ ૨૬ મેડલ્સ જીત્યા છે, જેમાંથી ૧૧ ગોલ્ડ મેડલ્સ છે. તમને એ જાણીને આનંદ થશે કે ૧૯૫૯થી અત્યાર સુધીમાં જેટલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ છે એમાં જીતેલા તમામ મેડલ્સનું ટોટલ કરવામાં આવે તો પણ એ સંખ્યા ૧૮ સુધી જ પહોંચે છે.’

