Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે મમતા બૅનરજીના ભાઈએ પણ દીદી સામે બળવો કર્યો, શુભેન્દુ અધિકારીને ગણાવ્યા મોટા ભાઈ

હવે મમતા બૅનરજીના ભાઈએ પણ દીદી સામે બળવો કર્યો, શુભેન્દુ અધિકારીને ગણાવ્યા મોટા ભાઈ

Published : 05 June, 2026 09:26 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાબુને એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ-વહેંચણી સંદર્ભે નારાજગી વ્યક્ત કર્યા બાદ મમતા બૅનરજીએ ઘણા સમય પહેલાં મારી સાથે સંબંધ તોડી નાખ્યા હતા

બાબુન બૅનરજી

બાબુન બૅનરજી


બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ ખરાબ સમયનો સામનો કરી રહેલાં મમતા બૅનરજીના ઘરમાં જ હવે ફૂટ પડી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના સગા ભાઈ બાબુન બૅનરજીએ પોતાની બહેન અને પાર્ટી-નેતૃત્વ સામે મોરચો ખોલ્યો છે. બાબુને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીની પ્રશંસા કરીને કેસરિયો ધારણ કરવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. બાબુને એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ-વહેંચણી સંદર્ભે નારાજગી વ્યક્ત કર્યા બાદ મમતા બૅનરજીએ ઘણા સમય પહેલાં મારી સાથે સંબંધ તોડી નાખ્યા હતા.

બાબુને આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે ‘પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કડક સુરક્ષાઘેરાને કારણે હું મારી બહેન મમતા કે ભત્રીજા અભિષેક બૅનરજી સુધી પણ પહોંચી શકતો નહોતો. જ્યારે આખા બંગાળમાં મને એકલો પાડી દેવાયો ત્યારે BJPના નેતા શુભેન્દુ અધિકારીએ મને સાથ આપ્યો હતો. શુભેન્દુ મારા મોટા ભાઈ (દાદા) જેવા છે. રમતગમતના ક્ષેત્રમાં જ્યારે મારી ધરપકડ કે હેરાનગતિના પ્રયાસ થતા હતા ત્યારે તેઓ મારા પડખે રહ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 09:26 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK