Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોટરસાઇકલ પર ઊભા રહીને તમે કેટલું અંતર કાપી શકો?

મોટરસાઇકલ પર ઊભા રહીને તમે કેટલું અંતર કાપી શકો?

Published : 06 November, 2026 10:51 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેજર અમ્રિત પાન્ડાએ ગઈ કાલે બૅન્ગલોરમાં પ્રયાસ કર્યો વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો

બૅન્ગલોર સ્થિત આર્મી સર્વિસ કૉર્ઝ  (ASC)ના ‘ટૉર્નેડોઝ’ના સભ્ય મેજર અમ્રિત પાન્ડા

બૅન્ગલોર સ્થિત આર્મી સર્વિસ કૉર્ઝ  (ASC)ના ‘ટૉર્નેડોઝ’ના સભ્ય મેજર અમ્રિત પાન્ડા


બૅન્ગલોર સ્થિત આર્મી સર્વિસ કૉર્ઝ  (ASC)ના ‘ટૉર્નેડોઝ’ના સભ્ય મેજર અમ્રિત પાન્ડાએ મૉટરસાઇકલની સીટ પર ઊભા રહીને સૌથી લાંબી રાઇડનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગઈ કાલે યોજાયેલા આ સાહસિક પ્રદર્શનમાં તેમણે અદ્ભુત સંતુલન અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. 

ASCનું ‘ટૉર્નેડોઝ’ યુનિટ ભારતીય સેનાની એક અત્યંત પ્રખ્યાત અને સાહસિક મોટરસાઇકલ ડેમોન્સ્ટ્રેશન ટીમ છે. આ ટીમ પોતાના અદ્ભુત અને જોખમી સ્ટન્ટ્સ માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે. આ ટીમ સેનાના જવાનોમાં શિસ્ત, સાહસ, ઉત્તમ સંતુલન અને ટીમ-વર્કની ભાવનાને ઉજાગર કરે છે. 



અગાઉનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ‘ટૉર્નેડોઝ’ ટીમના જ કૅપ્ટન અભિજિત સિંહ ગ્રેવાલના નામે છે. તેમણે ૨૦૨૨ની ૪ ડિસેમ્બરે મોટરસાઇકલની સીટ પર સાડાત્રણ કલાક ઊભા રહીને ૧૧૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ગઈ કાલે આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધીમાં મેજલ અ‌મ્રિત પાન્ડા સતત કેટલા કલાક બાઇક પર ઊભા રહીને ચલાવવામાં સફળ થયા હતા એ જાણવા નહોતું મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 10:51 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK