ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવાથી વારાણસીમાં લૅન્ડ થયા પછી કૅબમાં કુંભ પહોંચવામાં તેમને લગભગ આઠ કલાક લાગ્યા હતા. સામાન્ય રીતે ત્રણ-ચાર કલાકમાં પહોંચાતું હોય છે.
ડૉ. અમિતા અમીન
અમેરિકાના ન્યુ યૉર્કથી એકલાં ખાસ મહાકુંભ અટેન્ડ કરવા આવેલાં ડૉ. અમિતા અમીન શનિવારે મહાકુંભ પહોંચ્યાં હતાં. ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવાથી વારાણસીમાં લૅન્ડ થયા પછી કૅબમાં કુંભ પહોંચવામાં તેમને લગભગ આઠ કલાક લાગ્યા હતા. સામાન્ય રીતે ત્રણ-ચાર કલાકમાં પહોંચાતું હોય છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીમાં ડૉ. અમિતા કહે છે, ‘હું રાતે બે વાગ્યે પ્રયાગરાજ પહોંચી હતી અને કૅબવાળાએ મને જ્યાં ઉતારી ત્યાંથી મને ઑટોરિક્ષા મળી ગઈ એટલે મારે બહુ ચાલવું નહોતું પડ્યું. હા, ટેન્ટ શોધવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ટ્રાફિકની સમસ્યા તો ખેર બધાને થઈ રહી છે. અત્યારે જે માહોલ છે, જે રીતે પબ્લિક અહીં આવી રહી છે અને લોકોમાં જે ઉત્સાહ છે એ જોઈને એકેય અગવડ નડતી નથી. આ અનુભવ લાઇફટાઇમનો છે.’


