તમે ન પહોંચી શકતા હો તો ૧૧૦૦ રૂપિયામાં તમારા ફોટોને ડૂબકી મરાવો
ડિજિટલ સ્નાનની સુવિધા આપનારી વ્યક્તિનું નામ આકાશ બૅનરજી
મહાકુંભના સમાપનને હવે થોડા દિવસની વાર છે ત્યારે ૧૧૦૦ રૂપિયાના ચાર્જમાં ડિજિટલ સ્નાનની સુવિધા આપવાની શરૂઆત થઈ છે. આ સુવિધા હેઠળ જેણે સંગમસ્નાનનો લાભ લેવો હોય તેણે પોતાનો ફોટોગ્રાફ વૉટ્સઍપ દ્વારા મોકલવાનો રહેશે. સાથે ૧૧૦૦ રૂપિયા મોકલવાના રહેશે. એના પછી માત્ર ૨૪ કલાકમાં આ ફોટોગ્રાફનો પ્રિન્ટઆઉટ કાઢીને એને સંગમમાં ડિજિટલ સ્નાન કરાવવામાં આવશે. લોકો આ માટે પણ ફોટો અને નાણાં મોકલી રહ્યા છે.
આ ડિજિટલ સ્નાનની સુવિધા આપનારી વ્યક્તિનું નામ આકાશ બૅનરજી છે અને તેણે આ સુવિધા શરૂ કરી છે. વૉટ્સઍપથી જે ફોટો આવે એની પ્રિન્ટ કાઢીને તે ડિજિટલ સ્નાન કરાવે છે. આ સુવિધા સામે લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે લોકોની માસૂમિયત અને સમર્પણનો આ વ્યક્તિ ફાયદો ઉઠાવી રહી છે. કેટલાક લોકો આ આઇડિયાની પ્રશંસા કરે છે અને તેને બિઝનેસમૅન ગણાવી રહ્યા છે.


