રામાયણના સર્જક જ બનાવશે આ ફિલ્મ
સની દેઓલ
સની દેઓલ તેની આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન હનુમાનના મહત્ત્વના રોલમાં જોવા મળશે. સની આ રોલમાં એટલો પર્ફેક્ટ લાગે છે કે તેને ભગવાન હનુમાન પર બનનારી એક બિગ બજેટ પૌરાણિક ફિલ્મમાં પણ હનુમાનજીના લીડ રોલ માટે પસંદ કરી લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા હવે ભગવાન હનુમાન પર આધારિત એક મ્યુઝિકલ ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મના લીડ રોલ માટે સની દેઓલ મેકર્સની ટૉપ ચૉઇસ હોવાનું કહેવાય છે, કારણ કે તેમનું માનવું છે કે આ પાત્ર માટે સની દેઓલ કરતાં વધુ યોગ્ય કોઈ હોઈ શકે નહીં. આ ફિલ્મ ઍક્શનથી ભરપૂર પૌરાણિક ફિલ્મ છે.
ADVERTISEMENT
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભગવાન હનુમાન પર આધારિત આ મ્યુઝિકલ ફિલ્મ ‘રામાયણ’ યુનિવર્સની બીજી મોટી ફિલ્મ હશે. હકીકતમાં ‘રામાયણ’માં હનુમાનના સીનની શરૂઆતની સ્ક્રિપ્ટ જોતાં જ ટીમને સમજાઈ ગયું હતું કે આ પાત્રને પોતાનું અલગ પ્લૅટફૉર્મ આપવું જોઈએ. જો બધું યોજના મુજબ રહ્યું તો આગામી વર્ષના અંત સુધીમાં આ મ્યુઝિકલ ફિલ્મ પર કામ શરૂ થઈ શકે છે.


