Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરોસીન હવે દરેક જિલ્લામાં બે પેટ્રોલ-પમ્પ પર મળશે

કેરોસીન હવે દરેક જિલ્લામાં બે પેટ્રોલ-પમ્પ પર મળશે

Published : 31 March, 2026 07:19 AM | Modified : 31 March, 2026 09:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૅશનની દુકાનો ઉપરાંત પેટ્રોલ-પમ્પ પર કેરોસીન ઉપલબ્ધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રવિવારે લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રૅશનની દુકાનો ઉપરાંત પેટ્રોલ-પમ્પ પર કેરોસીન ઉપલબ્ધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રવિવારે લીધો હતો. સરકારી તેલકંપનીઓ હવે નિયુક્ત પેટ્રોલ-પમ્પ પરથી કેરોસીનનો સ્ટૉક અને વિતરણ કરી શકશે.

દરેક જિલ્લામાં, રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન મહત્તમ બે પેટ્રોલ-પમ્પ પસંદ કરશે જ્યાં આ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પેટ્રોલ-પમ્પ મહત્તમ ૫૦૦૦ લીટર કેરોસીનનો સ્ટૉક કરી શકશે.પુરવઠાને સરળ બનાવવા માટે સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) નિયમોમાં ૬૦ દિવસ માટે છૂટછાટ આપી છે જેથી તેલ સમયસર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી શકે. અમેરિકા, ઇઝરાયલ  અને ઈરાન સંઘર્ષને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.



નિયમોમાં કઈ છૂટછાટ આપવામાં આવી છે?


કેરોસીન-વિતરણ એજન્ટો 
અને ડીલરોને લાઇસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
 ટૅન્કરોમાંથી કેરોસીન ઉતારવા (સપ્લાય કરવા) માટેના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.
 પેટ્રોલ-પમ્પ પર કેરોસીન સંગ્રહ અને વિતરણ માટે કામચલાઉ પરવાનગી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK