આ પહેલાં અલગ-અલગ મંત્રાલયોના ભવનના ભાડા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ થતા હતા એ હવે વિકાસકાર્યમાં વપરાશે.
વડા પ્રધાને નવી દિલ્હીમાં કર્તવ્યભવન-૩નું લોકાર્પણ કર્યું
ગઈ કાલે વડા પ્રધાને નવી દિલ્હીમાં કર્તવ્યભવન-૩નું લોકાર્પણ કર્યું હતું જ્યાં હવે ગૃહમંત્રાલય અને અન્ય મહત્ત્વનાં મંત્રાલયોની ઑફિસ શિફ્ટ થશે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ માત્ર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, હવે વિકસિત ભારતની મહત્ત્વપૂર્ણ નીતિઓ પણ આ ભવનોમાં આકાર લેશે. આ પહેલાં અલગ-અલગ મંત્રાલયોના ભવનના ભાડા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ થતા હતા એ હવે વિકાસકાર્યમાં વપરાશે.’


