કર્ણાટકના (Karnataka) આગામી સીએમની પસંદગી માટે મંથન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બુધવાર (17 મે)ના રોજ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે અલગ-અલગ મુલાકાત કરી.
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કર્ણાટકના (Karnataka) આગામી સીએમની પસંદગી માટે મંથન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બુધવાર (17 મે)ના રોજ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે અલગ-અલગ મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે, ડીકે શિવકુમાર (DK Shivakumar)ને છ વિભાગો સહિત ઉપમુખ્યમંત્રી (Deputy CM) પદની રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે આ રજૂઆત પર હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, પણ ડીકે આ ઑફર સ્વીકારી શકે છે.
રાહુલ ગાંધી અને કૉંગ્રેસ નેતૃત્વએ ડીકેને આ પ્રસ્તાવ આપ્યો છે. કૉંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ પર રાહુલ ગાંધી સાથે બન્ને નેતાઓની મુલાકાત થઈ. સિદ્ધારમૈયાએ લગભગ અડધો કલાક સુધી રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી તો શિવકુમારે તેમની સાથે એક કલાકથી વધારે સમય સુધી વાતચીત કરી. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ શિવકુમાર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જિન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા.
ADVERTISEMENT
સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ
સૂત્રો પ્રમાણે, સીએમ પદ માટે સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થઈ ગયું છે. શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે શપથ આવતી કાલને બદલે શનિવારે અથવા રવિવારે આયોજિત કરવામાં આવી શકે છે. હકિકતે કર્ણાટકની જીતનો મોટો સંદેશ આપવા અને વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવા માટે સિદ્ધારમૈયાના શપથગ્રહણ સમારોહમાં કૉંગ્રેસ વિપક્ષી નેતાઓને આમંત્રિત કરી શકે છે. સમારોહમાં ગાંધી પરિવાર અને કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થશે.
આ પણ વાંચો : Tungnath મંદિર 6થી 10 ડિગ્રી નમ્યું, વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર પર ASIની સ્ટડી
કાલે પણ થઈ શકે છે શપથ ગ્રહણ
જો ડીકે શિવકુમારની નારાજગી વચ્ચે શપથ થઈ તો પછી આ આયોજન કાલે જ થઈ શકે છે. આ પહેલા મંગળવારે પણ સીએમની ચૂંટણીને લઈને કૉંગ્રેસમાં ઊંડું મંથન ચાલુ રહ્યું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી અને પછી પદના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. ખડગેએ સોમવારે પણ પાર્ટીના ત્રણેય પર્યવેક્ષકો સાથે ચર્ચા કરી હતી. પર્યવેક્ષકોએ વિધેયકોની રાયના આધારે તેમને પોતાનો રિપૉર્ટ પણ સોંપ્યો હતો.


