આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) તરફથી કરાવવમાં આવેલ સ્ટડીમાં આ વાત નીકળીને સામે આવી છે કે મંદિરમાં 5થી 6 ડિગ્રીનું ઢળાણ અને પરિસરની અંદર બનેલી મૂર્તિઓ અને નાના સ્ટ્રક્ચરમાં 10 ડિગ્રીનો ઝૂકાવ જોવા મળ્યો છે.
તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
ઉત્તરાખંડના (Uttarakhand) રુદ્રપ્રયાગ જિલ્લામાં 12 હજાર 800 ફૂટની ઊંચાઈ પર સ્થિત તુંગનાથ શિવ મંદિર (Tungnath Shiv Shrine) નમી રહ્યું છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) તરફથી કરાવવમાં આવેલ સ્ટડીમાં આ વાત નીકળીને સામે આવી છે કે મંદિરમાં 5થી 6 ડિગ્રીનું ઢળાણ અને પરિસરની અંદર બનેલી મૂર્તિઓ અને નાના સ્ટ્રક્ચરમાં 10 ડિગ્રીનો ઝૂકાવ જોવા મળ્યો છે.
એએસઆઈ અધિકારીઓએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે કેન્દ્ર સરકારને આ સંબંધે માહિતી આપતા સંરક્ષિત ઈમારતો તરીકે સામેલ કરવાની સલાહ આપી છે. આ વાત પર અમલ કરતા સરકારે આ પ્રક્રિયાને આગળ વધારવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. એએસઆઈ મંદિરમાં ઝૂકાવનું મુખ્ય કારણ જાણવા અને જો શક્ય હોય તો રિપેર કરવાનો પ્રયત્ન કરશે.
ADVERTISEMENT
ASIની દેહરાદૂન સર્કલના સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલૉડિસ્ટ મનોજ કુમાર સક્સેનાએ જણાવ્યું કે સૌથી પહેલા તો અમે તુંગનાથ મંદિરમાં ઝૂકાવ અને ડેમેજનું કારણ જાણવાનો પ્રયત્ન કરીશું. અને જો શક્ય હશે તો તરત રિપેરિંગનું કામ શરૂ કરીશું. આની સાથે જ મંદિર પરિસરના નિરીક્ષણ બાદ ડિટેલ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે.
એએસઆઈના અધિકારી આની સાથે જ મંદિરની જમીનની નીચેના ભાગના સરકવાની કે ધસાવાની શક્યતાનો પણ જોઈને ચાલી રહ્યા છે, જેને કારણે મંદિર નમ્યું હશે. તેમણે જણાવ્યું કે એક્સપર્ટ્સની સલાહ બાદ ક્ષતિગ્રસ્ત પાયાના પત્થરોની બદલવામાં આવશે. હાલ એજન્સીએ ગ્લાસ સ્કેલને ફિક્સ કરી દીધા છે, જે મંદિરની દિવાલ પર મૂવમેન્ટને માપી શકે છે.
તુંગનાથને વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરનો દરજ્જો પ્રાપ્ત છે. આઠમી શતાબ્દીમાં કત્યૂરી શાસકોએ આનું નિર્માણ કરાવ્યું હતું. આ બદ્રી કેદાર મંદિર સમિતિ (BKTC)ના પ્રશાસન હેઠળ આવે છે. મંદિરમાં ઝોક સંબંધે એક લેટર બીકેટીસીને પણ મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સાવકી માને નહોતો પસંદ 7 વર્ષનો દીકરો, પિતાએ ઊંઘમાં ગળું દાબીને કરી હત્યા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં બીકેટીસીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે આ મેટરને તાજેતરમાં જ થયેલી બૉર્ડની મીટિંગમાં ઊઠાવવામાં આવ્યો, જ્યાં બધા લોકોએ એએસઆઈના પ્રસ્તાવને ફગાવી દીધો. અમે આ મંદિરને તેના વાસ્તવિક સ્વરૂપમાં પાછા લાવવા માટે એએસઆઈની મદદ કરવા માટે તૈયાર છે. પણ અમે તેમને સંપૂર્ણ રીતે સોંપવાના પક્ષમાં નથી. અમે અમારા નિર્ણય વિશે સૂચિત કરીશું.


