Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ આપીને કૉંગ્રેસે દેશની અખંડિતતાને નબળી પાડી: વિપક્ષ પર ભડક્યા પીએમ મોદી

શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ આપીને કૉંગ્રેસે દેશની અખંડિતતાને નબળી પાડી: વિપક્ષ પર ભડક્યા પીએમ મોદી

31 March, 2024 07:06 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ (Kachchatheevu Island) સોંપવાના નિર્ણય પર કૉંગ્રેસ પર નિશાન સાધ્યું અને પક્ષ પર દેશની અખંડિતતા અને હિતોને `નબળા` કરવાનો આરોપ લગાવ્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ (Kachchatheevu Island) સોંપવાના નિર્ણય પર કૉંગ્રેસ પર નિશાન સાધ્યું અને પક્ષ પર દેશની અખંડિતતા અને હિતોને `નબળા` કરવાનો આરોપ લગાવ્યો. પીએમ મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (આરટીઆઈ) રિપોર્ટ પછી આવી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કચ્ચાથીવુ ટાપુ સોંપ્યો હતો.


આરટીઆઈ રિપોર્ટને `આંખો ખોલનારો અને ચોંકાવનારો` ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, “લોકો આ પગલાથી નારાજ છે અને કૉંગ્રેસ (Kachchatheevu Island) પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં.” પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, “તે આંખ ખોલનારી અને આઘાતજનક ઘટના છે! નવા તથ્યો જણાવે છે કે કેવી રીતે કૉંગ્રેસે ક્રૂરતાપૂર્વક કાચાથીવુને શ્રીલંકાને સોંપ્યો. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં એ વાત આવી ગઈ છે કે આપણે કૉંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ નહીં! કૉંગ્રેસની મોડસ ઓપરેન્ડી ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નબળી પાડવાની રહી છે.



કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Kachchatheevu Island) તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, “કૉંગ્રેસ માટે તાળીઓ! તેણે પોતે ટાપુ છોડી દીધો અને તેને તેના વિશે કોઈ અફસોસ નહોતો. ક્યારેક કૉંગ્રેસના સાંસદ દેશના ભાગલાની વાત કરે છે તો ક્યારેક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને બદનામ કરે છે. આ દર્શાવે છે કે તેઓ ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે. તેઓ માત્ર આપણા દેશના ભાગલા કરવા અથવા તોડવા માગે છે.”


કચ્ચાથીવુ ટાપુ એ છે જ્યાં તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો જાય છે કારણ કે ભારતીય જળસીમામાં માછલીઓ ખતમ થઈ ગઈ છે. માછીમારો ટાપુ પર પહોંચવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગે છે, પરંતુ શ્રીલંકાની નૌકાદળ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આ રિપોર્ટ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ દ્વારા 1974માં પાલક સ્ટ્રેટનો વિસ્તાર પાડોશી દેશ શ્રીલંકાને સોંપવાના તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય પર મળેલા RTI જવાબ પર આધારિત છે. રિપોર્ટમાં આ મુદ્દે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ ટાપુ ક્યાં છે?

  • આ ટાપુ હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે આવેલો છે. તે ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે આવેલું છે. આ ટાપુ 285 એકરમાં ફેલાયેલો છે. આ ટાપુ 17મી સદીમાં મદુરાઈના રાજા રામાનંદના નિયંત્રણમાં હતો.
  • બ્રિટિશ શાસન દરમિયાન આ ટાપુ મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળ આવ્યો હતો. વર્ષ 1921માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ જગ્યા પર દાવો કર્યો હતો. પરંતુ આ પછી તેના વિશે કંઈ ખાસ બન્યું નહીં.
  • આઝાદી પછી, 1974-76 વચ્ચે દરિયાઈ સીમાઓ અંગે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભારતીય માછીમારોને આ ટાપુ પર આરામ કરવા અને તેમની જાળ સૂકવવાની છૂટ આપવામાં આવી હતી.

આ ટાપુ શ્રીલંકાને શા માટે આપવામાં આવ્યો?

  • વર્ષ 1974માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકેએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત કચ્છટીવ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો.
  • આ માટે બંને દેશો વચ્ચે 26 જૂને કોલંબોમાં અને 28 જૂને દિલ્હીમાં વાતચીત થઈ હતી. આ પછી કેટલીક શરતો સાથે આ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો.
  • આમાં એક શરત એ હતી કે ભારતીય માછીમારો આ ટાપુનો ઉપયોગ તેમની જાળ સૂકવવા માટે કરશે. આ સાથે ભારતીયોને આ ટાપુ પર બનેલા ચર્ચમાં વિઝા વગર જવાની પરવાનગી આપવામાં આવશે. જોકે, ભારતીય માછીમારો આ ટાપુ પર માછીમારી કરી શકતા નથી.
Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 07:06 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK