સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતા પરમ પૂજ્ય મહંતસ્વામી
સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતા પરમ પૂજ્ય મહંતસ્વામી
ગઈ કાલે રાજસ્થાનના જોધપુરમાં નવા બનેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતા પરમ પૂજ્ય મહંતસ્વામી અને આ પ્રસંગે ભેગા થયેલા ભક્તજનો.
વર્લ્ડ હાર્ટ ડેની સંગીતમય તૈયારી
ADVERTISEMENT

૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે આવી રહ્યો હોવાથી એની ઉજવણીની તૈયારીઓ અનેક જગ્યાએ ચાલી રહી છે. મુંબઈમાં પણ લોકોએ આવી જ ઉજવણી માટેના એક મ્યુઝિક-સેશનમાં ભાગ લીધો હતો. લોકોએ આ સેશનમાં પશ્ચિમ આફ્રિકાના જૅમ્બે ડ્રમની મજા માણી હતી. એકસાથે અનેક લોકો હૃદયના આકારમાં ગોઠવાયા હતા અને સામૂહિક રીતે ડ્રમ વગાડીને જાણે ‘હૃદયનું સંગીત’ માણ્યું હતું.
આ છત્રી વરસાદ માટે નથી

મુંબઈમાં વરસાદ બંધ થાય ત્યારે મુંબઈગરાઓ ગરમીથી પરેશાન થઈ જાય છે. વાદળછાયું વાતાવરણ રહેવાને લીધે ઉકળાટ પણ વર્તાય છે. બુધવાર કરતાં ગઈ કાલે તાપમાનમાં સરેરાશ ૦.૫ સેલ્સિયસનો ઘટાડો થયો છે, પણ હજી ઠંડક શરૂ ન થવાથી ખાસ બપોરના સમયે લોકો તાપથી બચવા છત્રી, બૅગ કે થેલી જેવું હાથમાં જે હોય એનો સહારો લેતા જોવા મળ્યા હતા. મુંબઈમાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ ૮૫ ટકા રહ્યું હતું એટલે બફારો પણ વધુ અનુભવાયો હતો. હવામાન ખાતાએ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ યલો અલર્ટ એટલે કે સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે મુંબઈગરાઓ વીક-એન્ડ હોવાથી વરસાદમાં પણ મન મૂકીને ગરબા કરવા તૈયાર છે. તસવીર : સૈયદ સમીર અબેદી


