Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માત્ર ૩ કલાકમાં ૩૫૦૦ કિલો મેંદી વહેંચાઈ ગઈ

માત્ર ૩ કલાકમાં ૩૫૦૦ કિલો મેંદી વહેંચાઈ ગઈ

Published : 16 September, 2026 11:40 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરનો મેંદી પ્રસાદ લેનારી વ્યક્તિનાં લગ્ન જલદી થઈ જાય છે એવી માન્યતાને લીધે ઊમટી પડી કુંવારાઓની ભીડ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


રાજસ્થાનના જયપુરના પ્રખ્યાત મોતી ડુંગરી ગણેશ મંદિરમાં સિન્જારા ઉત્સવમાં વહેંચવામાં આવતી મેંદીનો પ્રસાદ લેનારા અપરિણીતનાં લગ્ન જલદી થઈ જાય છે એવી માન્યતાને કારણે ૧૩ સપ્ટેમ્બરે સિન્જારા ઉત્સવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોની વિશાળ સંખ્યાને જોતાં સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત સમય મુજબ સાંજે ૭ વાગ્યે શરૂ થનારું મેંદીવિતરણ પાંચ વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ૮ સ્થળે વિતરણ કરવામાં આવ્યું હતું. માત્ર ૩ કલાકમાં ૩૫૦૦ કિલો મેંદી વહેંચી દેવામાં આવી હતી. મેંદીનો પ્રસાદ પૂરો થયા પછી પણ હજારો લોકો લાઇનમાં ઊભા હોવાથી આયોજકોએ પ્રસાદ ખલાસ થયો હોવાની જાહેરાત કરવાનો વારો આવ્યો હતો.

ગણેશ ચતુર્થીએ જ સિન્જારા ઉત્સવ



મોતી ડુંગરી ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થીના દિવસે જ સિન્જારા ઉત્સવ મનાવવામાં આવે છે અને એમાં ભાવિકો અનેક ક્વિન્ટલ મેંદી ગણેશજીને ચડાવે છે. એવી માન્યતા છે કે લગ્નમાં અવરોધોનો સામનો કરી રહેલા લોકો મંદિરમાં મેંદી અર્પણ કરે છે અને બાદમાં એને પોતાના હાથ પર લગાવે છે, એવી આશા સાથે કે તેમને એક વર્ષની અંદર યોગ્ય જીવનસાથી મળી જશે.


દિલ્હી અને ચંડીગઢથી ભક્તોનું આગમન

મેંદીનો પ્રસાદ લેવા માટે ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર, ઇન્દોર, ભોપાલ, આગરા, દિલ્હી અને ચંડીગઢ જેવાં શહેરોમાંથી મેંદી લેવા માટે આવ્યા હતા; જ્યારે કેટલાક લોકોએ તો આગલી રાતથી જ મંદિરે પહોંચવાનું શરૂ કરી દીધું હતું. સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં મંદિરની બહાર લાંબી લાઇનો હતી અને મોટી ભીડ જોવા મળી હતી. આ ભીડને કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકને પણ અસર થઈ હતી. દોઢ કલાક માટે ટ્રાફિક અટકી ગયો હતો. સ્થળ પર ધક્કામુક્કીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને ભીડ વચ્ચે મહારાષ્ટ્રની એક મહિલા ભક્ત બેભાન થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 11:40 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK