Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામની જાહેરાત પર ક્લિક કરતાં ફોન હેંગ, ખાતામાંથી ₹98 હજાર ગાયબ

ઇન્સ્ટાગ્રામની જાહેરાત પર ક્લિક કરતાં ફોન હેંગ, ખાતામાંથી ₹98 હજાર ગાયબ

Published : 18 August, 2026 05:52 PM | Modified : 18 August, 2026 05:53 PM | IST | Gwalior
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગ્વાલિયરમાં મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર દેખાયેલી જાહેરાત પર ક્લિક કરતાં તેનો મોબાઇલ હેંગ થઈ ગયો હતો. ત્યાર બાદ સાયબર ગઠિયાઓએ યુપીઆઈ દ્વારા ત્રણ ટ્રાન્ઝેક્શનમાં બેંક ખાતામાંથી ₹98 હજાર ઉપાડી લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર (એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (એઆઇ)


સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી જાહેરાતો પર ક્લિક કરવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ચલાવતી વખતે એક જાહેરાત પર ક્લિક કરતાં જ મોબાઇલ હેંગ થઈ ગયો હતો અને ગણતરીના કલાકોમાં સાયબર ગઠિયાઓએ UPI દ્વારા બેંક ખાતામાંથી ₹98 હજાર ઉપાડી લીધા હતા. ખાતાનું બેલેન્સ માઇનસમાં પહોંચ્યા બાદ પરિવારને આ ઠગાઈની જાણ થઈ હતી.

જાહેરાત પર ક્લિક કરતાં જ સ્ક્રીન ફ્રીઝ થઈ ગઈ



ગ્વાલિયરના પુરાની છાવણી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રુદ્રપુરામાં રહેતા જયપ્રતાપ સિંહ બાથમે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 11 ઓગસ્ટના રોજ તેમની પત્ની રચના બાથમ પોતાના ફોન પર ઇન્સ્ટાગ્રામ ચલાવી રહી હતી. તે દરમિયાન સ્ક્રીન પર એક જાહેરાત દેખાઈ હતી. જેવી તેણે આ જાહેરાત પર ક્લિક કરી કે તરત જ ફોન સંપૂર્ણપણે હેંગ થઈ ગયો હતો. મોબાઇલનું કોઈપણ ફંક્શન કામ કરતું નહોતું અને તેને સ્વિચ ઓફ પણ કરી શકાતો નહોતો. મોબાઇલ સતત હેંગ રહેતાં જયપ્રતાપ નજીકના પુરાની છાવણી ચોકડી પર આવેલી મોબાઇલ શોપ પર પહોંચ્યા હતા. દુકાનદારે કોઈક રીતે ફોન બંધ કરીને ફરી ચાલુ કરી આપ્યો હતો. જોકે તે સમયે પરિવારને સહેજ પણ અંદાજ નહોતો કે ફોન સાથે કોઈ મોટો સાયબર ફ્રોડ થઈ ચૂક્યો છે.


રાત્રે ઇન્સ્ટોલમેન્ટ મેસેજ આવ્યો અને બેલેન્સ માઇનસમાં દેખાયું

મોબાઇલ ચાલુ થયા બાદ રાત્રે આશરે 12 વાગ્યે જયપ્રતાપના ફોન પર લોનના હપ્તા (EMI) સંબંધિત એક મેસેજ આવ્યો હતો. તેમણે ખાતાની વિગતો તપાસી તો તેમના હોશ ઊડી ગયા હતા; એકાઉન્ટનું બેલેન્સ માઇનસ 2,970 રૂપિયા બતાવી રહ્યું હતું. જયપ્રતાપે તરત જ પત્નીને પૂછ્યું કે કોઈને પૈસા ટ્રાન્સફર કર્યા છે કે નહીં, પરંતુ પત્નીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. પીડિતના જણાવ્યા અનુસાર તેમના બેંક ખાતામાં આશરે એક લાખ રૂપિયા જમા હતા. અચાનક તમામ રકમ ગાયબ થઈ જતાં પરિવારે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.


ત્રણ ટ્રાન્ઝેક્શનમાં રકમ ઉપડી, પોલીસે કડક તપાસ આદરી

બીજા દિવસે બેંક શાખામાંથી સ્ટેટમેન્ટ કઢાવતાં માલૂમ પડ્યું કે યુપીઆઈ દ્વારા ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹98,000 કોઈ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરી લેવાયા હતા. જયપ્રતાપે 16 ઓગસ્ટે પુરાની છાવણી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ સાયબર સેલને સોંપી દીધી છે. તપાસ એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે જાહેરાત પર ક્લિક કરતાં જ મોબાઇલ કેવી રીતે હેક થયો અને હેકર્સે પીડિતના બેંક એકાઉન્ટ તેમજ યુપીઆઈ સુધી કેવી રીતે એક્સેસ મેળવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 05:53 PM IST | Gwalior | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK