તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આપાગંજમાં રહેતા નદીમ ખાન નામના યુવાને સ્થાનિક શીતલા ડેરી નામની દુકાનમાંથી બૉટલબંધ પાણી ખરીદ્યું અને એ પીધા બાદ તેની તબિયત એટલી બગડી કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
તેના ભાઈ તાહિર ખાને જણાવ્યું હતું કે ‘જે પાણીની બૉટલ નદીમે ખરીદી હતી એ બનાવટી બ્રૅન્ડની છે. આ બૉટલ પર Bisleriને બદલે Bisilleri લખવામાં આવ્યું છે અને બૉટલનું પાણી વાસવાળું હતું.. અમે આ બૉટલ સાચવી રાખી છે અને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.’
