Indore couple went missing on their Honeymoon in Shillong: ઇન્દોરના એસપીએ જણાવ્યું હતું કે આ કેસમાં રાજ કુશવાહાની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ એ જ વ્યક્તિ છે જેનું સોનમ સાથે અફેર હતું. પોલીસે કહ્યું કે સોનમની પૂછપરછ પછી સમગ્ર મામલે જાણકારી આપશે.
રાજા રઘુવંશી અને સોનમ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ઈન્દોર હત્યા કેસમાં રાજા રઘુવંશીની પત્ની સહિત 3 લોકોની ધરપકડ બાદ ઇન્દોર પોલીસે પહેલી વાર નિવેદન જાહેર કર્યું છે. ઇન્દોરના એસપીએ જણાવ્યું હતું કે આ કેસમાં રાજ કુશવાહાની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ એ જ વ્યક્તિ છે જેનું સોનમ સાથે અફેર હતું. ઇન્દોર પોલીસે કહ્યું કે સોનમની પૂછપરછ પછી સમગ્ર મામલે જાણકારી આપશે.
રાજા રઘુવંશી હત્યા કેસ વિશે વાત કરતા, ઇન્દોર પોલીસે જણાવ્યું કે ઇન્દોર પોલીસ અને મેઘાલય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઑપરેશનમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પહેલું નામ રાજ કુશવાહા, બીજું વિશાલ ચૌહાણ અને ત્રીજું આકાશ રાજપૂત છે. મેઘાલય પોલીસ પણ સતત સંપર્કમાં છે.
ADVERTISEMENT
ઇન્દોરના એસપીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસ મેઘાલયના સોહરા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાથી, તપાસ તેમના દ્વારા કરવામાં આવશે. ઇન્દોર પોલીસ મેઘાલય પોલીસને જરૂરી બધી મદદ પૂરી પાડશે. બધી તપાસ મેઘાલય પોલીસ દ્વારા કાયદેસર રીતે કરવામાં આવશે, ઇન્દોર પોલીસ તપાસ સંબંધિત જરૂરી બધી મદદ પૂરી પાડશે. એસપીએ વાસ્તવિક હત્યારા વિશે ખુલાસો કર્યા વિના કહ્યું કે આવી કોઈ વાત હજી સુધી સામે આવી નથી, આ બધી વાતો પૂછપરછ દરમિયાન જ બહાર આવશે. તેમણે વધુમાં કહ્યું કે ઇન્દોર પોલીસને એ પણ ખબર પડી છે કે સોનમે તેના ભાઈને ગાઝીપુર પોલીસ સ્ટેશનથી ફોન કર્યો હતો, ત્યારબાદ ગાઝીપુર પોલીસ ત્યાં પહોંચી અને સોનમની ધરપકડ કરવામાં આવી છે.
રાજા રઘુવંશીના હત્યારા કોણ છે
લેટેસ્ટ અપડેટમાં, પોલીસે રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓની ધરપકડ કરી છે. તેમાંથી ત્રણની મધ્યપ્રદેશથી અને એકની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. રાજ કુશવાહની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. વિશાલ ઉર્ફે વિકી ઠાકુરની પણ ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રીજા આરોપી આકાશ રાજપૂતની ધરપકડ લલિતપુર વિસ્તારથી કરવામાં આવી હતી. ચૌથા આરોપી આનંદની ધરપકડ મધ્ય પ્રદેશના બીના વિસ્તારમાંથી કરવામાં આવી છે. જ્યારે રાજાની પત્ની સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.
રાજાએ તેની માતાને સંકેત આપ્યો હતો
પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને પત્ની સોનમે આત્મસમર્પણ કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં રાજ કુશવાહ પણ સામેલ છે. દરમિયાન, રાજા રઘુવંશીની માતાએ એક મોટો ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ, તેમણે જણાવ્યું છે કે રાજાને લગ્ન પહેલા જ ખ્યાલ આવી ગયો હતો કે સોનમ આ લગ્નથી ખુશ નથી. તેણે પોતાની માતાને કહ્યું હતું કે સોનમ તેનામાં કોઈ રસ દાખવી રહી નથી અને તે લગ્ન કરવા માગતો નથી. આ પછી, રાજાની માતાએ સોનમ સાથે આ અંગે વાત કરી. પછી સોનમે કહ્યું કે તે ઑફિસના કામમાં વ્યસ્ત છે તેથી તે વાત કરી શકતી નથી. જો કે, આ પછી તેણે રાજા સાથે વાત કરવાનું શરૂ કર્યું. બંનેના લગ્ન 1 ઑક્ટોબર, 2024 ના રોજ મેચમેકિંગ બુકલેટ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.

