સંપૂર્ણપણે સ્વદેશી રીતે પહેલી વાર એક ડૉગીના હિપનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને આ ડૉગી હવે લગભગ કોઈ જ ખોડ વિના ચાલી શકે છે.
ભારતમાં પહેલી વાર સ્વદેશી ટેક્નિકથી ડૉગીના થાપાનું ટ્રાન્સપ્લાન્ટ થયું
ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. રોહિત કુમાર અને તેમની ટીમે મળીને ભારતમાં પહેલી વાર સ્વદેશી ટેક્નૉલૉજીથી હિપના ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરી છે. આ હિપ ટ્રાન્સપ્લાન્ટની ખાસિયત એ છે કે એમાં સંપૂર્ણપણે ભારતીય ટેક્નિક વાપરવામાં આવી હતી. અત્યાર સુધી ભારતમાં આર્ટિફિશ્યલ હિપ ઉપલબ્ધ નહોતા. જો કોઈ ડૉગીને કૃત્રિમ હિપ જૉઇન્ટની જરૂરિયાત હોય તો એ વિદેશથી જ મગાવવો પડતો હતો જેનો ખર્ચ લગભગ પાંચ લાખ રૂપિયા જેટલો હતો. ભારતીય વૈજ્ઞાનિકોએ છેલ્લાં ત્રણ વર્ષથી કૃત્રિમ હિપ બનાવવા વિશે રિસર્ચ કરીને ભારતીય ડૉગીને અનુકૂળ આવે એવા સિમેન્ટેડ પદ્ધતિના હિપ બનાવ્યા છે. એટલું જ નહીં, હિપ ઉપરાંત બીજાં જરૂરી સહાયક ઉપકરણો પણ ડેવલપ કરવામાં આવ્યાં છે. સંપૂર્ણપણે સ્વદેશી રીતે પહેલી વાર એક ડૉગીના હિપનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને આ ડૉગી હવે લગભગ કોઈ જ ખોડ વિના ચાલી શકે છે.

