ગયા વર્ષની સરખામણીએ ભારત આ રૅન્કમાં બે રૅન્ક ગગડ્યું છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ગ્લોબલ જેન્ડર-ગૅપ ઇન્ડેક્સ ૨૦૨૪માં ભારતનો નંબર છેક ૧૨૯મો છે, જ્યારે આઇસલૅન્ડ આ ઇન્ડેક્સમાં સૌથી ઓછા જેન્ડર-ગૅપ સાથે પહેલા ક્રમે છે. ગયા વર્ષની સરખામણીએ ભારત આ રૅન્કમાં બે રૅન્ક ગગડ્યું છે. ૧૪૬ દેશોની આ યાદીમાં સૌથી છેલ્લા નંબરે સુદાન છે જ્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના પે-સ્કેલમાં સૌથી મોટો તફાવત છે. છેલ્લેથી બીજા નંબરે પાકિસ્તાનનો નંબર છે. સાઉથ એશિયન દેશોની વાત કરીએ તો એમાં પણ ભારતનો ક્રમ પાંચમો છે. સાઉથ એશિયામાં બંગલાદેશ, નેપાલ, શ્રીલંકા અને ભુતાન પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં જે કામ માટે પુરુષને ૧૦૦ રૂપિયા મળે છે એ કામના સ્ત્રીઓને ૪૦ રૂપિયા મળે છે.

