Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અટલ ટનલની બહાર સ્કૉર્પિયોનો ભયાનક અકસ્માત

અટલ ટનલની બહાર સ્કૉર્પિયોનો ભયાનક અકસ્માત

Published : 03 July, 2026 09:18 AM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જણનું ઑન ધ સ્પૉટ મૃત્યુ, ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ

અકસ્માતગ્રસ્ત વાહન

અકસ્માતગ્રસ્ત વાહન


હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલની બહાર બુધવારે રાત્રે એક અત્યંત ભયાનક માર્ગ-અકસ્માત થયો હતો. રાત્રે આશરે ૯ વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કૉર્પિયો ગાડી જેવી ટનલની બહાર નીકળી કે અચાનક ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે એ રસ્તા કિનારે લગાવેલાં બૅરિકેડ્સ તોડીને સીધી નીચે નિર્માણ પામી રહેલા એક માળખાના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના અણીદાર સળિયા આખી સ્કૉર્પિયો ગાડીને ચીરીને એની અંદર સુધી ઘૂસી ગયા હતા, જેને કારણે ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર રાજસ્થાનના રહેવાસી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે તેની સાથે પ્રવાસ કરી રહેલા ઉત્તર પ્રદેશના તેના ૩ મિત્રો ગંભીર ઘાયલ થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 09:18 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK