Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૨ દિવસમાં ભુવનેશ્વરથી બૅન્ગલોર વાયા મુંબઈ પહોંચેલા ફૅનને વાપસી માટે ફ્લાઇટની ટિકિટ આપી હાર્દિક પંડ્યાએ

૧૨ દિવસમાં ભુવનેશ્વરથી બૅન્ગલોર વાયા મુંબઈ પહોંચેલા ફૅનને વાપસી માટે ફ્લાઇટની ટિકિટ આપી હાર્દિક પંડ્યાએ

Published : 03 July, 2026 02:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ દિવસમાં ભુવનેશ્વરથી બૅન્ગલોર વાયા મુંબઈ પહોંચેલા ફૅનને વાપસી માટે ફ્લાઇટની ટિકિટ આપી હાર્દિક પંડ્યાએ, ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ કરાવી આપી મુલાકાત

૧૨ દિવસમાં ભુવનેશ્વરથી બૅન્ગલોર વાયા મુંબઈ પહોંચેલા ફૅનને વાપસી માટે ફ્લાઇટની ટિકિટ આપી હાર્દિક પંડ્યાએ

૧૨ દિવસમાં ભુવનેશ્વરથી બૅન્ગલોર વાયા મુંબઈ પહોંચેલા ફૅનને વાપસી માટે ફ્લાઇટની ટિકિટ આપી હાર્દિક પંડ્યાએ


ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના એક જબરા ફૅનની વાર્તા સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ઓડિશાના ભુવનેશ્વરથી પોસ્ટર અને સાઇકલ લઈને મુંબઈ આવેલા દીપક કુમારે ૧૨ દિવસમાં લગભગ ૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને બૅન્ગલોરમાં હાર્દિક પંડ્યાને મળવાની તક મેળવી હતી. 
હાર્દિક પંડ્યાના પોસ્ટર સાથે સાઇકલ ચલાવી મુંબઈ પહોંચેલો દીપક કુમાર નિરાશ થઈ ગયો હતો જ્યારે તેને ખબર પડી કે હાર્દિક પંડ્યા હવે મુંબઈથી બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો છે. આ જબરા ફૅનનો એક વિડિયો ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ જોયો હતો અને કમેન્ટ કરી હતી કે ‘બૅન્ગલોર આ જાઓ, હાર્દિક પંડ્યા સે મિલવા દેતી હૂં.’ 
દીપક કુમાર જ્યારે હાર્દિક પંડ્યાને મળ્યો ત્યારે તેને પીળું પારંપરિક કાપડ અને જગન્નાથની પ્રતિમા ભેટમાં આપી હતી. દીપક કુમારે ખુલાસો કર્યો હતો કે ‘જગન્નાથની પ્રતિમા હાથમાં લેતા સમયે હાર્દિક પંડ્યાએ પોતાનાં શૂઝ કાઢી નાખ્યાં હતાં.’
હાર્દિક પંડ્યાએ ​રિટર્ન ગિફ્ટ તરીકે દીપક કુમારને ઑટોગ્રાફવાળી જર્સી અને વિરાટ કોહલીની નવી બ્રૅન્ડનાં શૂઝ પણ ગિફ્ટ કર્યાં હતાં. ઘરવાપસી માટે હાર્દિક પંડ્યાએ ફ્લાઇટની ટિકિટ પણ કરાવી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK