Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જબરજસ્ત મજબૂત ગણાતા ચીનના ગ્લાસ બ્રિજ પર ટીનેજરે છત્રી પછાડતાં તિરાડ પડી ગઈ

જબરજસ્ત મજબૂત ગણાતા ચીનના ગ્લાસ બ્રિજ પર ટીનેજરે છત્રી પછાડતાં તિરાડ પડી ગઈ

Published : 03 July, 2026 01:04 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ ચીનમાં એક ટૂરિસ્ટ અટ્રૅક્શન પ્લેસ પર AAAAA ગ્રેડની એટલે કે અલ્ટિમેટ મજબૂતાઈનું પ્રમાણપત્ર ધરાવતા ગ્લાસ બ્રિજને એક ટીનેજરે છત્રીના તીક્ષ્ણ ભાગથી ડૅમેજ કરી નાખ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ચીન ઊંચા, લાંબા, મજબૂત અને મનોરમ્ય ગ્લાસ બ્રિજ માટે જાણીતું છે. સેન્ટ્રલ ચીનમાં એક ટૂરિસ્ટ અટ્રૅક્શન પ્લેસ પર AAAAA ગ્રેડની એટલે કે અલ્ટિમેટ મજબૂતાઈનું પ્રમાણપત્ર ધરાવતા ગ્લાસ બ્રિજને એક ટીનેજરે છત્રીના તીક્ષ્ણ ભાગથી ડૅમેજ કરી નાખ્યો હતો. આ ગ્લાસ બ્રિજ ઉચ્ચ સેફ્ટી સ્ટાન્ડર્ડ્‌સ ધરાવતો હોવાનો દાવો થઈ રહ્યો હતો, પરંતુ ટીનેજરે છત્રીનો તીક્ષ્ણ ભાગ ગ્લાસ પર પછાડતાં એમાં તિરાડ પડી ગઈ હતી. આ બ્રિજ ચીનના ઑફિશ્યલ ટૂરિઝમ રૅન્કિંગ સિસ્ટમમાં ટૉપ કૅટેગરીમાં આવે છે. જ્યારે તિરાડ પડી ત્યારે એ બ્રિજ પર સેંકડો ટૂરિસ્ટો હતા. તિરાડ પડી હોવાની ખબર પડતાં તરત જ સ્ટાફે તમામ સહેલાણીઓને ત્યાંથી દૂર હટાવી લીધા હતા. આ ગ્લાસ બ્રિજ દુનિયાનું સૌથી મોટું વ્યુઇંગ પૉઇન્ટ છે અને ૨૦૨૩માં એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 01:04 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK