મે મહિનામાં વિદર્ભ, મરાઠવાડા ગુજરાત સહિતના અનેક વિસ્તારોનું આવી બનશે
પ્રતીકાત્મક તસવીર
મે મહિનામાં ગરમી અગાઉના રેકૉર્ડ તોડશે એવી શક્યતા છે. મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતમાં ૧૧ દિવસ હીટવેવ રહેશે એવી પ્રબળ સંભાવના છે; જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને તેલંગણ સહિતનાં રાજ્યોમાં પાંચથી સાત દિવસ હીટવેવ રહેશે એવી શક્યતા છે. IMDના જણાવ્યા પ્રમાણે સામાન્યપણે મે મહિનામાં ઉત્તર ભારતના ત્રણથી ચાર દિવસ હીટવેવના હોય છે. મે મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે.