ભારત અને સાઉદી અરેબિયાએ ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બીન સલમાન બીન અબ્દુલઅઝિઝ અલ સાઉદની રાજ્ય મુલાકાત સમયે ઓછામાં ઓછા ૮ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતના વડા પ્રધાન મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન વચ્ચે થયા કરારો પર હસ્તાક્ષર.
નવી દિલ્હી (એ.એન.આઇ.) ઃ ભારત અને સાઉદી અરેબિયાએ ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બીન સલમાન બીન અબ્દુલઅઝિઝ અલ સાઉદની રાજ્ય મુલાકાત સમયે ઓછામાં ઓછા ૮ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને સાઉદી વચ્ચે લોકલ કરન્સીમાં વેપાર તેમ જ ભારત અને ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોર્ટ-રેલ પ્રોજેક્ટને લઈને પણ જી-૨૦ દરમ્યાન ચર્ચાઓ થઈ હતી. ક્રાઉન પ્રિન્સની મુલાકાતની માહિતી આપતાં એક મીડિયા બ્રીફમાં સેક્રેટરી ઉસુફ સઈદ કહે છે કે ‘મને જણાવતા ખુશી થાય છે કે અમે ઓછામાં ઓછા ૮ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો ઊર્જા ક્ષેત્રે, ડિજિટલાઇઝેશન તેમ જ ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચર ક્ષેત્રે, ઇન્ડિયન સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તેમ જ સાઉદીના ઍન્ટિ-કરપ્શન વચ્ચે કો-ઑપરેશન માટે હતા. એક કરાર ઇન્ડિયા ઍન્ડ સાઉદી કાઉન્ટર પાર્ટ્સ ઍક્સિસ બૅન્કનો હતો તેમ જ અન્ય એક કરાર પુન:પ્રાપ્ય ઊર્જા માટે હતો.’ ઉસુફ સઈદ જણાવે છે કે ‘બન્ને તરફના આઇટી મંત્રીઓ દ્વારા એસ્ટાબ્લિસમેન્ટ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ કરારો પણ કરવામાં આવ્યા હતા.’
ભારત અને યુએઈ વચ્ચે વિવિધ સેક્ટરોનાં ૫૦ જેટલાં એમઓયુ
થયાં હતાં, જેમાં પેટ્રોમિન અને એચપીસીએલ વચ્ચે થયેલો કરાર સૌથી મહત્ત્વનો હતો. દેશભરનાં એચપીસીએલ સેન્ટરોમાં પેટ્રોમિન એક્સપ્રેસ સર્વિસ સેન્ટર શરૂ કરાશે. ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક સિટીમાં પણ સાઉદી રોકાણ કરશે.