ભારતે સૌપ્રથમ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ જાન્યુઆરીમાં તેઓ નવી દિલ્હીમાં આવી શકે એમ નથી
ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉન
ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉન ૨૬ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રિપબ્લિક-ડે સેલિબ્રેશન્સમાં મુખ્ય અતિથિ રહેશે. ભારતે સૌપ્રથમ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ જાન્યુઆરીમાં તેઓ નવી દિલ્હીમાં આવી શકે એમ નથી.
પીએમ મોદી બૅસ્ટિલે ડે પરેડને અટેન્ડ કરવા માટે જુલાઈમાં ફ્રાન્સ ગયા હતા ત્યારે તેઓ મૅક્રૉનને મળ્યા હતા. પીએમ મોદીએ મુખ્ય અતિથિ તરીકે બૅસ્ટિલે ડે સેલિબ્રેશન્સમાં ભાગ લીધો હતો.
૧૯૭૬થી અત્યાર સુધીમાં પાંચ વખત ફ્રાન્સના વડા રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં મુખ્ય અતિથિ રહ્યા છે. રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં મુખ્ય અતિથિ રહેનારા ફ્રેન્ચ પ્રેસિડન્ટ્સમાં જેક્સ ચિરાક (૧૯૭૬ અને ૧૯૯૮), વેલેરી ગિસ્કાર્ડ ડી’એસ્ટાઇંગ (૧૯૮૦), નિકોલસ સરકોઝી (૨૦૦૮) અને ફ્રાંસ્વા હૉલાન્ડે (૨૦૧૬)નો સમાવેશ થાય છે.


