ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાટ્જુનું વિવાદિત નિવેદન
ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાટ્જુ
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કન્ડેય કાટ્જુએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને વિવાદ જગાવ્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે કોર્ટમાં મારી સામે જોઈને આંખ મારનારી તમામ મહિલા વકીલોને તેમના પક્ષમાં આદેશો મળ્યા હતા.
આ પોસ્ટની ભારે ટીકા થતાં તેમણે એને ડિલીટ કરી દીધી હતી. ન્યાયપાલિકા સાથે સંકળાયેલા લોકોએ પણ આ પોસ્ટની ખૂબ ટીકા કરી હતી. ઘણા લોકોએ તો જસ્ટિસ કાટ્જુ દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોને ફરીથી તપાસવાની માગણી પણ કરી હતી. ઘણાએ આ પ્રકારનાં લખાણોને ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારાં અને અપમાન કરનારાં ગણાવ્યાં હતાં.
ADVERTISEMENT
જસ્ટિસ કાટ્જુ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે મદ્રાસ અને દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ ફરજ બજાવી હતી અને ૨૦૦૬થી ૨૦૧૧ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ રહ્યા હતા.


