ગઈ કાલે ચંડીગઢ ઍરફોર્સ સ્ટેશનમાં આ રિટાયરમેન્ટ સેરેમનીના રિહર્સલ આ જેટ ઊડતાં જોવા મળ્યાં હતાં
આ જેટને વૉટરકૅનન દ્વારા જળસલામી પણ આપવામાં આવી હતી.
૬૦ વર્ષમાં ૪૦૦થી વધુ ક્રૅશ અને ૨૦૦થી વધુ પાઇલટનાં તથા ૬૦ જેટલા નાગરિકોનાં મૃત્યુ માટે જવાબદાર ફાઇટર જેટને આખરે ભારતે ગુડ બાય કહેવાની તૈયારી કરી લીધી છે. જૂની ટેક્નૉલૉજી અને જીવલેણ અકસ્માતોની વણજારને લીધે ‘ફ્લાઇંગ કૉફિન’ તરીકે કુખ્યાત થયેલા ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઇટર જેટને હવે ભારત નિવૃત્ત કરી રહ્યું છે. ભારતીય વાયુસેનામાં ૬ દાયકાથી વધુ સમય સુધી સેવા આપનારા આ લેજન્ડરી ફાઇટર જેટને ૨૬ સપ્ટેમ્બરે સત્તાવાર સેરેમની પછી કાયમી રીતે નિવૃત્ત કરી દેવામાં આવશે. ગઈ કાલે ચંડીગઢ ઍરફોર્સ સ્ટેશનમાં આ રિટાયરમેન્ટ સેરેમનીના રિહર્સલ આ જેટ ઊડતાં જોવા મળ્યાં હતાં. આ જેટને વૉટરકૅનન દ્વારા જળસલામી પણ આપવામાં આવી હતી.
