ભૂસ્ખલનની આશંકાએ પ્રશાસને આ ઘટનાના એક કલાક પહેલાં જ રસ્તો બંધ કરી દીધો હતો
ભૂસ્ખલન ઘટનાસ્થળ
ઉત્તરાખંડમાં કેદારનાથ જવા માટેના સોનપ્રયાગથી ગૌરીકુંડના રસ્તા પર સોમવારે રાત્રે ભૂસ્ખલન થવાથી પાંચ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા. આ તમામ યાત્રીઓ મધ્ય પ્રદેશના હતા. સોમવારે રાત્રે ભૂસ્ખલન થયા બાદ ખરાબ હવામાનને કારણે બચાવકાર્ય નહોતું કરી શકાયું, પણ મંગળવારે જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે રેસ્ક્યુ ટીમને ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલાં સોમવારે જે એક વ્યક્તિને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી તેનું પણ મૃત્યુ થયું હતું. ભૂસ્ખલનની આશંકાએ પ્રશાસને આ ઘટનાના એક કલાક પહેલાં જ રસ્તો બંધ કરી દીધો હતો, પણ આ યાત્રાળુઓ એની પહેલાં જ નીકળી ગયા હોવાથી દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.


