Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાળકોના જાતીય શોષણના કેસમાં અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ સામે FIR દાખલ

બાળકોના જાતીય શોષણના કેસમાં અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ સામે FIR દાખલ

Published : 23 February, 2026 08:32 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવિમુક્તેશ્વરાનંદ પર ગુરુકુળની આડમાં શિબિરમાં બાળકોનું જાતીય શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ


શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય આરોપીઓ સામે સગીર બાળકોના જાતીય શોષણના કેસમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કોર્ટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાનો આદેશ આપ્યા બાદ ગઈ કાલે ઝુંસી પોલીસ-સ્ટેશનમાં શંકરાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય મુકુંદાનંદ અને બે કે ૩ અજાણી વ્યક્તિ સામે FIR નોંધવામાં આવ્યો હતો.

પ્રયાગરાજ પોલીસ-કમિશનરના તપાસ-અહેવાલને પગલે POCSO ઍક્ટના વિશેષ ન્યાયાધીશ વિનોદકુમાર ચૌરસિયાએ આ ફરિયાદ દાખલ કરવાનો આદેશ શનિવારે આપ્યો હતો. સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજે ૮ ફેબ્રુઆરીએ POCSO કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે અવિમુક્તેશ્વરાનંદ પર ગુરુકુળની આડમાં શિબિરમાં બાળકોનું જાતીય શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 08:32 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK