દિલ્હી-NCRમાં બન્નેએ નજીકના ફૅમિલી મેમ્બર વચ્ચે સંગીત, મેહંદી અને હલ્દી સમારોહ યોજ્યા હતા.
લગ્નમંડપમાં બરાબર ઝૂમ્યાં મિસ્ટર ઍન્ડ મિસિસ ધવન
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને પોતાની આયરલૅન્ડની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ગઈ કાલે લગ્ન કર્યાં હતાં. બન્ને મનીષ મલ્હોત્રાએ તૈયાર કરેલાં સુંદર આઉટફિટ્સ પહેરીને લગ્નના મંડપમાં ઝૂમતાં જોવા મળ્યાં હતાં. સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ગઈ કાલે સાંજે આ સુંદર કપલનાં લગ્નની પહેલી ઝલક શૅર કરી હતી. દિલ્હી-NCRમાં બન્નેએ નજીકના ફૅમિલી મેમ્બર વચ્ચે સંગીત, મેહંદી અને હલ્દી સમારોહ યોજ્યા હતા.
