સિટી ઑફ ગોલ્ડ, જ્વેલ ઑફ ધ ડેઝર્ટ અને પર્લ ઑફ ધ મિડલ ઈસ્ટ તરીકે ઓળખાતા દુબઈએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે એને આ બધાં બિરુદ એમનેમ નથી મળ્યાં.
રેકૉર્ડ-બ્રેકિંગ ગોલ્ડ બાર ૩૦૦.૧૨ કિલોનો
સિટી ઑફ ગોલ્ડ, જ્વેલ ઑફ ધ ડેઝર્ટ અને પર્લ ઑફ ધ મિડલ ઈસ્ટ તરીકે ઓળખાતા દુબઈએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે એને આ બધાં બિરુદ એમનેમ નથી મળ્યાં. દુબઈના નામે હવે જગતના સૌથી મોટા ગોલ્ડ બારનો રેકૉર્ડ નોંધાયો છે. દુબઈની એમિરેટ્સ મિન્ટિંગ ફૅક્ટરી LLC દ્વારા બનાવવામાં આવેલો રેકૉર્ડ-બ્રેકિંગ ગોલ્ડ બાર ૩૦૦.૧૨ કિલોનો છે અને સામાન્ય રીતે જોવા મળતા ગોલ્ડ બાર કરતાં વીસગણું વધુ વજન ધરાવે છે.

ADVERTISEMENT
જગતના સૌથી મોટા ગોલ્ડ બારનો વિશ્વવિક્રમ ઑલમોસ્ટ ૨૦ વર્ષ પછી તૂટ્યો છે. દુબઈની કંપનીએ બનાવેલો ગોલ્ડ બાર અગાઉના બાર કરતાં પચાસ કિલો વધુ વજનનો છે. આ પહેલાં જૂન ૨૦૦૫માં મિત્સુબિશી મટીરિયલ્સ કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો ગોલ્ડ બાર સૌથી મોટો હતો. નવા રેકૉર્ડ-બ્રેકિંગ ગોલ્ડ બારની ખાસિયત એ છે કે એની શુદ્ધતાનો આંક ૯૯૯.૯ છે.


