Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહિલાને કૉકપિટમાં બોલાવવાની ઘટનામાં ઍર ઇન્ડિયાના સીઈઓને નોટિસ

મહિલાને કૉકપિટમાં બોલાવવાની ઘટનામાં ઍર ઇન્ડિયાના સીઈઓને નોટિસ

01 May, 2023 10:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરલાઇનનો સેફ્ટી, સિક્યૉરિટી ઍન્ડ ક્વૉલિટી ફંક્શનના હેડ હેનરી ડોનોહોનને પણ શો-કૉઝ નોટિસ આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


દુબઈ-દિલ્હીની ૨૭ ફેબ્રુઆરીની ફ્લાઇટ દરમ્યાન પાઇલટે મહિલા મિત્રને કૉકપિટમાં બોલાવવાની ઘટનાની જાણ ન કરવા બદલ ઍર ઇન્ડિયાના સીઈઓ કૅમ્પબેલ​ વિલ્સનને એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા શો-કૉઝ નોટિસ ફટકરવામાં આવી હતી. ઍરલાઇનનો સેફ્ટી, સિક્યૉરિટી ઍન્ડ ક્વૉલિટી ફંક્શનના હેડ હેનરી ડોનોહોનને પણ શો-કૉઝ નોટિસ આપવામાં આવી છે. ફ્લાઇટના એક કૅબિન ક્રૂના મેમ્બર ડીજીસીએને આ ઘટના વિશે માહિતી આપી હતી. ડીજીસીએને સમસય માહિતી આપવા ન બદલ ઍર ઇન્ડિયાની સીઈઓ અને ફ્લાઇટ સેફ્ટીના હેડને ૨૧ એપ્રિલના નોટિસ આપવામાં આવી હતી. વળી આ ઘટનાની તપાસમાં પણ વિલંબ થયો છે. બન્ને એક્ઝિક્યુટિવ્સને શો-કૉઝ નોટિસનો જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2023 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK