Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Dev Diwali: કાશીમાં 12 લાખ દીવા પ્રગટાવીને ઘાટ પર થશે પૂજા, 70 દેશ...

Dev Diwali: કાશીમાં 12 લાખ દીવા પ્રગટાવીને ઘાટ પર થશે પૂજા, 70 દેશ...

27 November, 2023 02:58 PM IST | Kashi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dev Diwali Today at Kashi: આ અલૌકિક દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાન અહીં આવે છે. આ દ્રશ્ય 27 નવેમ્બર સોમવારે જોવા મળશે, જ્યારે ભગવાન દેવ દિવાળી ઉજવવા સ્વર્ગમાંથી કાશીના ઘાટ પર ઉતરશે.

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)


Dev Diwali Today at Kashi: કાશીના અર્ધચંદ્રાકાર ઘાટ પર જ્યારે દિપમાળા સજે છે ત્યારે એવું લાગે છે કે જાણે પ્રકાશના ઝગમગાટથી ગંગામાતાનો શણગાર થયો છે. આ અદ્ભૂત છટાને જોઈને એવું લાગે છે કે આકાશમાંથી તારા જમીન પર ઉતરી આવ્યા છે. આ અલૌકિક દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાન અહીં આવે છે. આ દ્રશ્ય 27 નવેમ્બર સોમવારે જોવા મળશે, જ્યારે ભગવાન દેવ દિવાળી ઉજવવા સ્વર્ગમાંથી કાશીના ઘાટ પર ઉતરશે.

Dev Diwali Today at Kashi: યોગી સરકાર દેવ દિવાળીને ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવાઓ પ્રગટાવીને ઘાટને પ્રકાશિત કરશે. આમાં એક લાખ દીવા ગાયના છાણમાંથી બનેલા હશે. સાફ-સફાઈ કરીને તિરંગા સ્પાયરલ લાઈટિંગ દ્વારા શહેર અને ઘાટ શણગારવામાં આવ્યા છે. દેવ દિવાળીના અવસરે 8થી 10 લાખ પર્યટકોના આવવાનું અનુમાન છે. સુરશ્રા માટે પણ કડક તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે દેવ દિવાળી જોવા માટે 70 દેશોના રાજદૂતો, ડેલીગેટ્સ અને પરિવારના લોકો આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મહેમાન દેવ દિવાળી જોશે.ગંગા પાર રેતી પર પણ પ્રકાશિત થશે દિવાઓ
ઉત્તરવાહિની ગંગા તટે 85 ઘાટની શ્રૃંખલા પર આ વર્ષે યોગી સરકાર તરફથી 12 લાખ અને જનસહભાગિતા સાથે મળીને કુલ લગભગ 21 લાખથી વધારે દિવાઓ કાશીવાસી ઘાટ, કુંડ અને તળાવ તેમજ સરોવરો પર પ્રગટાવવામાં આવશે. ગંગા પાર રેતી પર પણ દીવડા પ્રગટાવવામાં આવશે. કાશીના ઘાટના આ અદ્ભૂત દ્રશ્યો જોવા દેશ વિદેશમાંથી પર્યટકો કાશી આવે છે. કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ બાદ પર્યટકોના રેકૉર્ડ આગમન નોંધાયા છે.


Dev Diwali Today at Kashi: દેવ દિવાળી પર હોટલ, ગેસ્ટ હાઉસ, નાવડીઓ, બોટ, ક્રૂઝ લગભગ બધું જ પહેલાથી બુક અને ફુલ થઈ જાય છે. યોગી સરકાર ચેત સિંહ ઘાટ પર લેઝર શૉ કરાવશે. કાશીના ઘાટને કિનારે સદીઓ જૂની ઐતિહાસિક ઈમારતો પર ધર્મની સ્ટોરી લેઝર શૉના માધ્યમે જીવંત થતી જોવા મળશે. પર્યટકો ગંગા પાર રેતી પર મહાદેવ શિવના ભજનની સાથે ક્રેકર્સ શૉનો આનંદ પણ માણી શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરને વિશાખાપટ્ટનમના એક ભક્ત દ્વારા 11 ટન ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. ગંગા દ્વાર પર લેઝર શૉના માધ્યમે શ્રી કાશી વિશ્વનાથ ધામ પર આધારિત કાશીનું મહત્વ અને કૉરિડોરના નિર્માણ સંબંધિત માહિતી લેઝર શૉના માધ્યમે બતાવવામાં આશે.

સજાવટ અને સુરક્ષા માટે ગોઠવાયા ચુસ્ત બંદોબસ્ત
દેવ દિવાળી વિશ્વ વિખ્યાત બની છે. તેને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. રંગોળી, રવેશ લાઇટ્સ અને ફ્રિન્જ્સ સાથે શણગાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવશે. ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જિલ્લાની સરહદ પર પણ તકેદારી રાખવામાં આવશે. વોચ ટાવરથી ઘાટ પર નજર રાખવામાં આવશે. પ્રવાસીઓની મોટી સંખ્યાને જોતા હોસ્પિટલોમાં બેડ રિઝર્વ કરીને તબીબોની ટીમને એલર્ટ રાખવામાં આવી છે. ગંગામાં તરતા ડિવાઈડર બનાવવામાં આવશે.


ખલાસીઓને નિયુક્ત પ્રવાસીઓને સમાવવા અને લાઇફ જેકેટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. NDRFની 8 ટીમો વિવિધ ઘાટો પર રેસ્ક્યુ સાધનો અને મેડિકલ ટીમ “વોટર એમ્બ્યુલન્સ” સાથે ભક્તોની મફત સારવાર માટે હાજર રહેશે. ગંગામાં જળ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભારે ભીડની અપેક્ષાએ ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગની ખાતરી કરવામાં આવી છે.

70 દેશોના રાજદૂતો અને 150 વિદેશી પ્રતિનિધિઓ અલૌકિક નજારો નિહાળશે
વિશ્વ પ્રસિદ્ધ દેવદિવાળીના સાક્ષી બનવા 70 દેશોના રાજદૂતો કાશી આવશે. આ સાથે 150 વિદેશી પ્રતિનિધિઓ અને પરિવારના સભ્યો પણ દેવ દિવાળીનો દિવ્ય નજારો નિહાળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં તમામ મહેમાનો દેવ દિવાળીની અવિસ્મરણીય પળોના સાક્ષી બનશે.

Dev Diwali Today at Kashi: બપોરે એરપોર્ટથી મહેમાનો નમો ઘાટ પર આવશે. અહીંથી, ક્રુઝમાં સવાર થઈને, દેવ દિવાળીનો ભવ્ય નજારો કેપ્ચર કરશે. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ સહિત વિવિધ સ્થળોએ લોક કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરશે. સ્વાગત માટે રસ્તાઓ અને ચોકોને શણગારવામાં આવી રહ્યા છે. વિદેશી મહેમાનો પણ લેઝર અને ક્રેકર શૉનો આનંદ માણશે. ક્રૂઝ પર, મહેમાનો બનારસી ભોજનનો આનંદ માણશે અને કુલ્હડ ચાની ચૂસકી પણ લેશે.

જોવા મળશે દશાશ્વમેધ ઘાટની મહાઆરતીમાં રામ ભક્તિ અને રાષ્ટ્રવાદની ઝલક
આધ્યાત્મિકતાની સાથે સાથે રાષ્ટ્રવાદ અને રામ ભક્તિની ઝલક પણ દેવ દિવાળીમાં જોવા મળશે. દશાશ્વમેધ ઘાટની આરતી રામલલાને સમર્પિત કરવામાં આવશે. અહીં તમને રામલલા અને રામ મંદિરની ઝલક જોવા મળશે. દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા સેવા નિધિ દ્વારા આ વર્ષે પણ અમર જવાન જ્યોતિની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ભારતના અમર બહાદુર યોદ્ધાઓને `ભગીરથ શૌર્ય સન્માન`થી પણ સન્માનિત કરવામાં આવે છે. દશાશ્વમેધ ઘાટ ખાતે 21 અર્ચક અને 51 દેવ કન્યાઓ રિદ્ધિ સિદ્ધિના રૂપમાં મહા આરતી કરશે, જેમાં નારી શક્તિનો સંદેશ પણ આપવામાં આવશે. ઘાટો પર છત્રપતિ શિવજી મહારાજની તસવીરો દ્વારા સંદેશ આપશે, જ્યારે ગુરુ નાનક દેવ પ્રકાશ ઉત્સવની જન્મજયંતિ પર તેમની તસવીરોનું પ્રદર્શન જોવા મળશે.

દેવ દિવાળીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
Dev Diwali Today at Kashi: દિવાળીના 15 દિવસ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાનની દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તહેવારની ઉજવણી કરવા માટે, દેવતાઓ કાશીના પવિત્ર ગંગા ઘાટ પર અદ્રશ્ય સ્વરૂપમાં સ્વર્ગમાંથી ઉતરે છે અને મહા આરતીમાં ભાગ લેનારા ભક્તોના મોક્ષનો માર્ગ મોકળો કરે છે. આ તહેવાર કાશીની પ્રાચીન સંસ્કૃતિનો એક વિશેષ ભાગ છે.

શિવપુરાણમાં દેવ દિવાળીનું વર્ણન
શિવપુરાણમાં દેવ દિવાળીનું વર્ણન જોવા મળે છે કે જ્યારે કારતક મહિનામાં ત્રિપુરાસુર નામના રાક્ષસે દેવતાઓને ત્રાસ આપીને મારવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શિવે આ દિવસે આ ક્રૂર રાક્ષસનો વધ કર્યો અને દેવોએ દિવાળી ઉજવી. એવી પણ માન્યતા છે કે કાશીના રાજાએ પોતાના શહીદ સૈનિકો માટે ઘાટ પર દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી. ઘાટો પર ગંગાની મહા આરતી દરમિયાન લોકો આસ્થાના મહાસાગરમાં ડુબકી લગાવે છે. પંચગંગા ઘાટથી શરૂ થયેલ દેવ દિવાળીના દીવા આજે કાશીના તમામ ઘાટો પર ઝળહળવા લાગ્યા છે.

કારતક માસમાં દીપદાનની પરંપરા
કારતક માસના આ દિવસે દીપદાન કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે અને જે ભક્ત દીપનું દાન કરે છે તેને પણ મોક્ષનો માર્ગ મળે છે. કારતક મહિનો ભગવાન વિષ્ણુની પૂજાનો મહિનો માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને વિષ્ણુ અને માતા ગંગા ખૂબ પ્રિય છે. કાશીને શિવની નગરી કહેવામાં આવે છે, તેથી મહા આરતીના દિવસે લાખો ભક્તો આ અલૌકિક ક્ષણનો ભાગ બનવા માંગે છે. કાશીના લોકો માટે આ તહેવારનું મહત્વ અને ઉત્સાહ દિવાળીથી કોઈ રીતે ઓછું નથી.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2023 02:58 PM IST | Kashi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK