આવી ચૅટની જાણકારી મળતાં દિલ્હી પોલીસની તપાસ શરૂ
વાઇરલ ચૅટ
દિલ્હી પોલીસ CJPની સંસદ તરફની વિરોધ-કૂચ સાથે જોડાયેલી કથિત ચૅટ્સની તપાસ કરી રહી છે. તપાસકર્તાઓ કોઈ પણ નિષ્કર્ષ કાઢતાં પહેલાં ચૅટ્સની સત્યતા અને સંડોવાયેલી વ્યક્તિઓની ઓળખ ચકાસી રહ્યા છે.
એક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે ‘જો કોઈનું મૃત્યુ થાય તો સરકાર પર ઘણું દબાણ બનશે.’ (ભાઈ, અગર કિસી કી મૌત હોતી હૈ તો ઉસમેં સરકાર પર ઝ્યાદા પ્રેશર આએગા.)
બીજા એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો છેલ્લો દિવસ.’
ADVERTISEMENT
ત્રીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ‘દેખો યાર, જો જાન દેને તક કો તૈયાર, વો યે સુન લો કિ કમસે કમ તુમ્હારા એહસાન તો રહેગા આનેવાલી પીઢીઓં પર, આનેવાલે બચ્ચોં પર.’
ચૅટ્સમાં ઇન્ટરનેટ બંધ થયા પછી બ્લુટૂથ આધારિત સીક્રેટ ઍપથી કનેક્ટેડ રહેવાની રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જંતરમંતર પર CJPનું આંદોલન યથાવત્
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકના વિરોધમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલું આંદોલન મંગળવારે બત્રીસમા દિવસે પણ જંતરમંતર ખાતે ચાલુ રહ્યું હતું. સમગ્ર દિવસ દરમ્યાન વિરોધ-પ્રદર્શન અને કાનૂની કાર્યવાહી સાથે સંબંધિત મહત્ત્વનો ઘટનાક્રમ જોવા મળ્યો હતો:
CJPના સ્થાપક અભિજિત દીપકેએ સોમવારની કૂચ દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટિયરગૅસના ઉપયોગને બર્બરતાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે સગીરો અને યુવતીઓ પર પણ દંડૂકા વીંઝ્યા હતા.
આંદોલન-સ્થળે શરદ પવાર પહોંચતાં આશ્ચર્ય
CJPના આંદોલન-સ્થળે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવાર પહોંચ્યા હતા. તેમણે આંદોલનના પ્રમુખ અભિજિત દીપકે સાથે મુલાકાત કરીને વિદ્યાર્થીઓની માગણીઓ અને આંદોલનની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓ પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને સમર્થન આપી રહ્યા છે. કડક સુરક્ષાને કારણે શરદ પવાર અંદર જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી હતી. જોકે નાદુરસ્ત તબિયતના કારણે ક્યાંય પણ જવાનું ટાળતા શરદ પવાર આંદોલન-સ્થળે પહોંચતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. શરદ પવાર ઉપરાંત અરવિંદ કેજરીવાલ, સુપ્રિયા સુળે, સંજય રાઉત પણ પહોંચ્યાં હતાં.
