Delhi ISIS Connection: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ રાજધાની દિલ્હીમાં ISIS આતંકવાદીની શોધમાં દરોડા પાડ્યા છે. દિલ્હીમાં પુણે પોલીસ અને NIAની ટીમ સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં દરોડા પાડી ચૂકી છે, પણ અત્યાર સુધી આતંકવાદીઓનો કોઈ પત્તો મળ્યો નહીં.
NIAની પ્રતીકાત્મક તસવીર
Delhi ISIS Connection: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ રાજધાની દિલ્હીમાં ISIS આતંકવાદીની શોધમાં દરોડા પાડ્યા છે. દિલ્હીમાં પુણે પોલીસ અને NIAની ટીમ સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં દરોડા પાડી ચૂકી છે, પણ અત્યાર સુધી આતંકવાદીઓનો કોઈ પત્તો મળ્યો નહીં. હવે સીક્રેટ એજન્સીઓ આની તપાસમાં લાગેલી છે.
આતંકવાદી પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ
મીડિયા રિપૉર્ટ પ્રમાણે, જે ત્રણ આતંકવાદીઓ રાજધાનીમાં છુપાયા હોવાની શંકા છે તેમના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શૈફી ઉજ્જમા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લાહ ફયાઝ શેખ છે. એનઆઈએએ આમના પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.
ADVERTISEMENT
અનેક શંકાસ્પદોની કરી ધરપકડ
આ પહેલા એનઆઈએએ બુધવારે આતંકવાદીઓ, ગેન્ગસ્ટરો અને માદક પદાર્થના દાણચોરો પર અનેક રાજ્યોમાં વ્યાપક કાર્યવાહી દરમિયાન અનેક શંકાસ્પદોને અટકમાં લીધા હતા. સંઘીય એજન્સીના પ્રવક્તાએ કહ્યું, સંબંધિત રાજ્ય પોલીસ દળે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં 53 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં જરૂરી મદદ કરી છે.
દારૂગોળા તેમજ ડિજિટલ ઉપકરણો જપ્ત
અધિકારીએ કહ્યું કે આતંકવાદી-ગેન્ગસ્ટર-દાણચોરોના ગઠજોડને ખતમ કરવાના ઉદ્દેશ્યથી પાડવામાં આવેલા દરોડા દરમિયાન પિસ્તોલ, દારૂગોળો, મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી. તેમણે કહ્યું કે કાર્યવાહી પાકિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત, કનાડા, પુર્તગાલ અને અન્ય દેશોમાં સ્થિત માદક પદાર્થ-દાણચોરો અને આતંકવાદી સંગઠનો સાથે કામ કરનારા વિભિન્ન કટ્ટર જૂથો સાથે જોડાયેલા હથિયાર પૂરવઠા કરનારાઓ, ફાઈનાન્સરો અને સામાન પહોંચાડનારાઓ પર કેન્દ્રિત છે.
Delhi ISIS Connection: પુણે પોલીસ અને એનઆઈએની ટીમ સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં દરોડા પાડી ચૂકી છે પણ અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા. હવે સીક્રેટ એજન્સીઓ આની શોધમાં લાગેલી છે. માહિતી પ્રમાણે આ ત્રણ આતંકવાદીઓના નામે મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શૈફી ઉજ્જમા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લાહ ફયાઝ શેખ છે. એનઆઈએએ છેલ્લે પંજાબ હરિયાણા, રાજસ્થાન, યૂપી અને ઉત્તરાખંડની અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પિસ્ટલ, દારૂગોળાની સાથે સાથે અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી.
ગયા વર્ષે જ કર્યું હતું વર્કશૉપનું આયોજન
એનઆઈએએ ISIS પુણે મૉડ્યૂલ મામલે 7 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પુણેના કોંઢવામાં એક ઘરમાંથી કામ કરી રહ્યા હતા, જ્યાં તેમણે આઈઈડી અસેમ્બલ કરી હતી અને ગયા વર્ષે બૉમ્બ ટ્રેનિંગ અને મેકિંગ વર્કશૉપનું આયોજન કર્યું હતું.
આતંકવાદીએ કરી હતી આઈઈડી ટેસ્ટિંગ
એટલું જ નહીં તેમણે આમાં ભાગ પણ લીધો હતો અને આઈઈડીની ટેસ્ટિંગ કરવા માટે આ સ્થળે કન્ટ્રોલ્ડ બ્લાસ્ટ પણ કર્યું હતું. હજી સુધી આ ત્રણેય આતંકવાદી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ધરપકડથી દૂર છે, પણ એનઆઈએના અધિકારીઓનું કહેવું છે કે ત્રણેય આતંકવાદીઓને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે.


