"નરેન્દ્ર મોદી મારા ખૂબ જૂના વફાદાર સમર્થક છે. એવું ક્યારેય બન્યું નથી કે મોદીએ મારા આદેશોનો વિરોધ કર્યો હોય. મેં જે કંઈ માગ્યું, ફૅક્ટરીઓ, જમીનો, ટૅન્ડરો, ડિલ્સ મોદીએ તે મારા નામે કર્યું. આ મારી મોદી વાર્તા સ્ટોરી છે," AI વીડિયોમાં કહ્યું.
`અદાણી કે મનકી` એવા કૅપ્શન સાથે કૉંગ્રેસે આ તસવીર શૅર કરી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે વિશ્વભરમાંથી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે, ત્યારે કૉંગેસ પાર્ટીએ તેમની ટીકા કરવાનો રસ્તો અપનાવ્યો છે. કૉંગેસે ફરી એક AI-જનરેટેડ વીડિયો બનાવીને તેમની રાજકીય લડાઈને બીજા સ્તરે લઈ જવાનું નક્કી કર્યું છે, આ વખતે તેમણે દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને વીડિયોમાં ઉમેરતા વિવાદ ઊભો થયો છે.
કૉંગેસે અદાણીનો PM મોદીને `વફાદાર` કહેતો AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો
ADVERTISEMENT
ટ્રૅન્ડિંગ હૅશટૅગ #MyModiStory નો ઉપયોગ કરીને, કૉંગેસે AI-જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ અદાણીએ PM મોદીને તેમના `વફાદાર` ગણાવ્યા હતા. ક્લિપમાં, ગૌતમ અદાણી ભારે ગુજરાતી એક્સેન્ટ સાથે હિન્દીમાં બોલતા જોવા મળી રહ્યા છે. તેઓ જમીન, કૉન્ટ્રેક્ટ અને મોટા સોદા મેળવવાના વખાણ કરી મોદીની તેમના પ્રત્યેની ‘વફાદારી’ છે એમ પણ કહેતા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.
"નરેન્દ્ર મોદી મારા ખૂબ જૂના વફાદાર સમર્થક છે. એવું ક્યારેય બન્યું નથી કે મોદીએ મારા આદેશોનો વિરોધ કર્યો હોય. મેં જે કંઈ માગ્યું, ફૅક્ટરીઓ, જમીનો, ટૅન્ડરો, ડિલ્સ મોદીએ તે મારા નામે કર્યું. આ મારી મોદી વાર્તા સ્ટોરી છે," અદાણીના AI-જનરેટેડ પાત્ર વીડિયોમાં કહેતો સંભળાઇ રહ્યું છે.
#MyModiStory pic.twitter.com/7AaFn0Xkbz
— Congress (@INCIndia) September 17, 2025
કૉંગેસે અદાણી અને પીએમ મોદી હાથ મિલાવતા હોય તેવી બીજી એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેના બૅકગ્રાઉન્ડમાં ડિફેન્સ કરાર, બંદરો, ઍરપોર્ટ, પુનર્વિકાસ પ્રૉજેક્ટ્સ, ગ્રીન ઍનર્જી પ્રૉજેક્ટ્સ અને પાવર પ્રૉજેક્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. તસવીરમાં `માય મોદી સ્ટોરી` એમ લખ્યું હતું અને કૅપ્શનમાં લખ્યું હતું, `અદાણી કે મન કી બાત`.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી
જોકે કૉંગેસના X હેન્ડલ્સે વીડિયો પોસ્ટ કરવાનો નિર્ણય લીધો, પાર્ટી નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, પરંતુ તેને ટૂંકી પણ રાખી હતી. તેમણે X પર લખ્યું, `વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ.` મોદી 75 વર્ષના થયા કે તરત જ #MyModiStory હૅશટૅગ ટ્રૅન્ડ થવા લાગ્યો, જેમાં નેતાઓ અને સેલિબ્રિટીઓએ તેમના નેતા તરીકે અને તેમના નેતૃત્વ વિશે પોતાના મંતવ્યો પોસ્ટ કર્યા.
પટણા હાઈ કોર્ટે કૉંગેસને પીએમ મોદીની માતાનો AI-જનરેટેડ વીડિયો દૂર કરવા કહ્યું છે. પટણા હાઈ કોર્ટે કૉંગેસને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનો AI-જનરેટેડ વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે, જેને લઈને થોડા સમય પહેલા વિરોધ થયો હતો.
બિહાર કૉંગેસ દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયોથી મોટો રાજકીય સંઘર્ષ થયો. ભાજપે કૉંગેસ પર વડા પ્રધાનની સ્વર્ગસ્થ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કૉંગેસે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે વીડિયોમાં કોઈ અપમાન નથી.


