કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા
મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા, પણ આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેમણે ગુજરાતીઓની માફી માગી છે. તેમણે કહ્યું હતું કે ‘હાલમાં કેરલમમાં મેં આપેલા એક ચૂંટણી-ભાષણમાં મારી કમેન્ટ્સને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને એમ છતાં એના પર હું ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશાં સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશાં રહેશે. આ પ્રદેશના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઉદ્દેશ નહોતો.’
ચૂંટણીના ભાષણમાં ખડગેએ કહ્યું હતું કે ‘મોદીજી, તમે ગુજરાતના અભણ લોકોને બેવકૂફ બનાવી શકો છો, પણ કેરલમના લોકોને બેવકૂફ બનાવી નહીં શકો.’
