Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓની માફી માગી

કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓની માફી માગી

Published : 09 April, 2026 01:13 PM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે


કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા, પણ આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેમણે ગુજરાતીઓની માફી માગી છે. તેમણે કહ્યું હતું કે ‘હાલમાં કેરલમમાં મેં આપેલા એક ચૂંટણી-ભાષણમાં મારી કમેન્ટ્સને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને એમ છતાં એના પર હું ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશાં સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશાં રહેશે. આ પ્રદેશના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઉદ્દેશ નહોતો.’

ચૂંટણીના ભાષણમાં ખડગેએ કહ્યું હતું કે ‘મોદીજી, તમે ગુજરાતના અભણ લોકોને બેવકૂફ બનાવી શકો છો, પણ કેરલમના લોકોને બેવકૂફ બનાવી નહીં શકો.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 01:13 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK