Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ... અભી તો યે પહલા વિકેટ હૈ... મને હીરો ન બનાવો

ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ... અભી તો યે પહલા વિકેટ હૈ... મને હીરો ન બનાવો

Published : 26 July, 2026 07:49 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહતે થે ઇસ સરકાર મેં ઇસ્તીફે નહીં હોતે... ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ... અભી તો યે પહલા વિકેટ હૈ... મને હીરો ન બનાવો

ગઈ કાલે જંતરમંતર પર સાથીઓ સાથે અભિજિત દીપકે.

ગઈ કાલે જંતરમંતર પર સાથીઓ સાથે અભિજિત દીપકે.


ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ જંતરમંતરના સ્ટેજ પરથી જબરા જોશ સાથેના અંદાજમાં સંબોધન કર્યું

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર મળતાં જ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનના સ્થળ જંતરમંતર પર ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ સર્જાયો હતો. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અભિજિત દીપકેએ પોતાના મોબાઇલ પર રાજીનામાના સમાચાર કન્ફર્મ થતાં જ ભારે વિજયઘોષ સાથે ઉજવણી કરી હતી. જમીન પર મુક્કો મારીને, હાથ ઊંચા કરીને, તાળીઓ પાડીને અને સાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતાં અભિજિતે માઇક સંભાળ્યું હતું. ૪૫ ડિગ્રીની ભીષણ ગરમી અને વરસાદ વચ્ચે ૩૬ દિવસથી ચાલી રહેલા આ આંદોલનની સફળતા દર્શાવતા તેના ચહેરા પર આક્રોશ, એક્સાઇટમેન્ટ અને જીતનો મિશ્ર ભાવ સ્પષ્ટપણે દેખાતો હતો. અભિજિતે વિરોધસ્થળ પર આપેલા જોશપૂર્ણ ભાષણમાં સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને આ લડાઈને માત્ર રાજીનામા પૂરતી મર્યાદિત ન રાખતાં આગળની રણનીતિ સ્પષ્ટ કરી હતી. આગળ વાંચો પોતાની ૯ મિનિટની સ્પીચમાં અભિજિત દીપકેએ શું-શું કહ્યું...



 We have done it! We have done it! ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. We bloody did it! શું કહેતા હતા આ લોકો? ક્યા કહતે થે યે... ક્યા કહતે થે ઇસ સરકાર મેં ઇસ્તીફે નહીં હોતે? હમ કહના ચાહતે હૈં, ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિએ.


 યે ઉન સભી બાલકોં કે લિએ જિનકી ઝિંદગી ધર્મેન્દ્ર પ્રધાન ને લી થી - પ્રદીપ, રિતિક મિશ્રા, સિદ્ધાર્થ હેગડે, ભાગ્યશ્રી, અંશિકા પાંડે, ઉમેશ માલી, રેણુ, મીરા, રિયાકુમારી થાપા, શિવાની યાદવ, અનુગિરણા પટેલ, આકાંક્ષા ચતુર્વેદી, રીમા બેગમ, મૈથિલી, અશોક સોનવડે, અવંતિકા મૌર્યા, જતીનકુમાર, ગોપિકા, શેખ સના... યે વો બચ્ચે હૈં જિનકો આજ ન્યાય મિલા હૈ.

 દેખિએ, ધર્મેન્દ્ર પ્રધાન કા ઇસ્તીફા તો હો ગયા હૈ. યે ઇસ બાત કિ ગવાહી હૈ કી અગર આપ લોગ ડરેંગે નહીં, અગર આપ લોગ ઇસ સરકાર કે સામને ઝુકેંગે નહીં તો અચ્છેઅચ્છોં કે ઇસ્તીફે લે સકતે હૈં હમ. તો ડરના નહીં હૈ, ડરના નહીં હૈ. ડેમોક્રસી હૈ, અગર ડેમોક્રસી મેં બોલને સે ડર લગને લગે તો કૈસી ડેમોક્રસી? ડરના નહીં હૈ. અગર અપની આવાઝ ઉઠાઓગે તભી યે લોગ લાઇન મેં રહેંગે ઔર ઇન્હેં લાઇન મેં રખના ઝરૂરી હૈ, ઇન્હેં લાઇન મેં રખના ઝરૂરી હૈ. ક્યોંકિ યે જો આજ ખુદ કો બાદશાહ સમઝ બૈઠે હૈં ના, યે હમારી વજહ સે બૈઠે હુએ હૈં.


 ઇસ્તીફા તો હો ગયા હૈ લેકિન હમારી દો ઔર માંગેં હૈં, દો ઔર માંગેં. ઐસે નહીં જાએંગે... ઐસે નહીં જાએંગે. કૉક્રૉચ હૈ, એક બાર ઘુસતા હૈ તો નિકલતા નહીં હૈ કૉક્રૉચ. ધર્મેન્દ્ર પ્રધાન કા ઇસ્તીફા તો હો ગયા હૈ લેકિન જિન બચ્ચોં ને સુસાઇડ કરી હૈ ઉનકે પરિવાર કો એક કરોડ કા મુઆવઝા મિલના ચાહિએ. મિલના ચાહિએ યા નહીં મિલના ચાહિએ? મિલના ચાહિએ! એક કરોડ કા મુઆવઝા ઉન સારે પરિવારોં કો.

 ઔર દૂસરા યે-યે જો પુલિસવાલે ગુંડોંને હરકત કરી થી ૨૦ તારીખ કો, ઉસકે ઉપર, ઉન પુલિસવાલોં કે ઉપર ઍક્શન તો હોના હી ચાહિએ. DCP સંતોષ લાંબા, ACP અજય શર્મા, સચિન શર્મા... યે જો લાઠિયાં ચલાઈ હૈં ના આપને અમિત શાહ ઔર મોદી કે નામ પર, અભી એક ઇસ્તીફા હુઆ હૈ. યાદ રખના કૉક્રૉચ સે પંગા નહીં લેના હૈ. અગર એક મંત્રી કા ઇસ્તીફા લે સકતે હૈં તો તુમ લોગ ક્યા હો? તો તુમ લોગ ક્યા હો? તુમ્હારી હમને લાઠિયાં ખા લીં, સર ફુટવા લિયા. ઇસ દેશ કે સ્ટુડન્ટ્સને બહુત હિંમતવાલા કામ કરા હૈ. તો ૨૦ જુલાઈ કે બાદ ઔર ૨૦ જુલાઈ સે જિતને ભી સ્ટુડન્ટ્સ કે ઉપર કેસિસ કિએ ગએ હૈં વો સારે કે સારે વાપસ હોને ચાહિએ.

 ઍન્ડ ટુ ધ પીપલ ઑફ ઇન્ડિયા... ટુ ધ પીપલ ઑફ ઇન્ડિયા, ધિસ ઇઝ હાઉ અ ડેમોક્રસી શુડ બી. યે લોકતંત્ર હૈ, યે લોકતંત્ર હૈ. મુઝે પિછલે એક મહિને સે બહુત-બહુત બડે પૉલિટિશ્યન્સ, બહુત બડે મીડિયા વાલે કહતે થે, ‘ક્યા કર રહે હો, કબ તક બૈઠોગે? નહીં દેંગે ઇસ્તીફા. આપ જાનતે નહીં હો ક્યા ઇસ સરકાર કો? બહુત હી નિર્દયી સરકાર હૈ, કિસીકી નહીં સુનતી હૈ યે સરકાર. અપની મનમાની કરતી હૈ, બહુત ઝિદ્દી સરકાર હૈ.’ ૩૬ દિન હરરોઝ મુઝસે યહ સવાલ પૂછા જાતા થા, ઇસ્તીફા નહીં હોગા તો ક્યા હોગા? યે લોગ ઇસ્તીફા નહીં દેંગે. મુઝે હર કિસીને કહા, હર કિસીને કહા.

 ઔર જબ મૈં USA સે નિકલા થા તબ કઈ સારે લોગ કહતે થે, ‘તુઝે ક્યા લગતા હૈ તૂ ઇન્ડિયા જાએગા તો ઇન્ડિયા મેં ક્રાન્તિ આએગી?’ આ ગઈ ક્રાન્તિ. ઔર જો લોગ પિછલે ૩૬ દિનોં સે હમેં બોલ રહે થે ઇસ્તીફે નહીં હોતે ઇસ સરકાર મેં, યે સરકાર ઇસ્તીફે નહીં કરવાતી, ઉન સભી લોગોં સે મૈં ફિર સે કહતા હૂં, ઝુકતી હૈ દુનિયા. ઔર ઇસ દેશ કે યુવા ને દિખા દિયા હૈ અગર વો એકસાથ આ જાએં તો કિસીકો ભી ઝુકા સકતે હૈં, કિસીકા ભી ઇસ્તીફા લે સકતે હૈં.

 મૈં પૂરે દેશભર મેં જો યે લોગ આજ હમેં દેખ રહે હૈં, મૈં સભી સે રિક્વેસ્ટ કરતા હૂં આજ શામ કો ૬ બજે અપને-અપને રાજ્યોં મેં, અપને-અપને ડિસ્ટ્રિક્ટ મેં એક કૅન્ડલ-માર્ચ નિકાલિએ. ઉન NEET કે બચ્ચોં કે લિએ જિનકા હત્યારા હૈ ધર્મેન્દ્ર પ્રધાન. મૈં મોદીજી સે કહના ચાહતા હૂં, સુબહ હો ગયી મામૂ. સુબહ હો ગયી મામૂ. સુબહ હો ગયી હૈ, ડેમોક્રસી કી સુબહ હો ગયી હૈ. અબ ઇસ દેશ કી જનતા જાગ ચુકી હૈ ઔર જૈસે કિ મૈંને કહા થા, યે પહલા વિકેટ હૈ, યે પહલા વિકેટ હૈ. યહાં નહીં રુકેંગે, અભી તો બસ શુરૂઆત હુઈ હૈ.

 મૈં ઉન સભી સ્ટુડન્ટ્સ કો સૅલ્યુટ કરતા હૂં, સભી વૉલન્ટિયર્સ કો સૅલ્યુટ કરતા હૂં જો પિછલે ૩૬ દિન સે યહાં પર ૪૫ ડિગ્રી કી ધૂપ મેં બૈઠે હુએ થે, બારિશ મેં બૈઠે હુએ થે. પુલિસવાલોં ને પાની બંદ કર દિયા તબ ભી આપ લોગ બૈઠે રહે, ખાના રોક દિયા તબ ભી આપ લોગ બૈઠે રહે. આપ લોગોં કી હિંમત તોડને કી બહુત કોશિશ કી લેકિન આપ લોગોં કી હિંમત ટૂટી નહીં.

 મૈં એક બહુત હી અહમ્ બાત કહના ચાહતા હૂં, ધર્મેન્દ્ર પ્રધાન કે ઇસ્તીફે કે બાદ આજ મુઝે હીરો મત બનાઓ. યે ગલતી મત કરના, મુઝે હીરો મત બનાઓ. એક હી ઇન્સાન કો હીરો બનાને કી વજહ સે યે દેશ બરબાદ હુઆ હૈ. યે ઇસ દેશ કે સંવિધાન કી જીત હૈ, યે ઇસ દેશ કી જનતા ઔર છાત્રોં કી જીત હૈ, કિસી એક વ્યક્તિ કી જીત નહીં હૈ. ‍

 યે આંદોલન કિસકા હૈ? યે આંદોલન ઉન બચ્ચોં કા હૈ જિનકી જાન ગયી, ઉન સ્ટુડન્ટ્સ કા હૈ જિન્હોંને ૩૬ દિન તક ૪૫ ડિગ્રી કી ધૂપ ઔર બારિશ સહન કી. પુલિસ ને પાની રોકા, ખાના રોકા, લાઠિયાં ચલાયીં, લેકિન સ્ટુડન્ટ્સ હિલે નહીં. અગર આજ એક મંત્રી કા ઇસ્તીફા હુઆ હૈ તો યે ઇસ બાત કા સબૂત હૈ કિ ડેમોક્રસી મેં જનતા સે બડા કોઈ નહીં હૈ.

 આજ મૈં બતાના ચાહતા હૂં હિન્દુ-મુસ્લિમ કી રાજનીતિ અબ નહીં હોગી, બસ મુદ્દે કી રાજનીતિ હોગી તો બડે-બડે સિંહાસન હિલ જાએંગે. જબ હિન્દુ ઔર મુસ્લિમ કી રાજનીતિ સે ઉપર ઉઠકર હમ મુદ્દોં કી બાત કરેંગે તો દેશ કા ભલા હોગા, હિન્દુ-મુસ્લિમ કી રાજનીતિ સે ઉપર ઉઠકર.

 યે જો બૈઠે હુએ હૈં ના ૧૦-૧૦, ૧૨-૧૨ સાલ સે અહંકાર મેં કિ ‘ઇસ્તીફે નહીં હોતે, ઇસ્તીફે નહીં હોતે’, ઇનકો... ઇનકો સુનાઈ દેની ચાહિએ યે આવાઝ કિ અબ યે દેશ હિન્દુ-મુસ્લિમ કી રાજનીતિ પર નહીં બૈઠેગા. ઇસ દેશ કા યુવા હિન્દુ-મુસ્લિમ કી રાજનીતિ કે ઝાંસે મેં નહીં આએગા. ઇસ દેશ કા યુવા શિક્ષા કી બાત કરેગા, ઇસ દેશ કા યુવા ભવિષ્ય કી બાત કરેગા, રોઝગાર કી બાત કરેગા.

અમને કૉક્રૉચ કહેવા બદલ આભાર, જો એ દિવસે આ શબ્દ ન વાપર્યો હોત તો હું ભારત ન આવ્યો હોત અને ચળવળ શરૂ ન થાત: અભિજિત દીપકેએ CJI સૂર્યકાંતનો આભાર માનીને કહ્યું...

અભિજિત દીપકેએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત પર આકરો કટાક્ષ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. સમર્થકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘અમને ‘કૉક્રૉચ’ કહેવા બદલ હું CJI સૂર્યકાંતનો આભાર માનવા માગું છું. જો તેમણે અમને કૉક્રૉચ ન કહ્યા હોત તો હું ભારત આવ્યો ન હોત અને આ આંદોલન પણ શરૂ થયું ન હોત.’
આ સમગ્ર ચળવળનું મૂળ ૧૫ મેએ સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમ્યાન CJI દ્વારા કરાયેલી એક ટિપ્પણીમાં રહેલું છે. બાદમાં તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે મેં માત્ર લૉની નકલી ડિગ્રી ધરાવતા લોકોને કૉક્રૉચ કહ્યા હતા, સમગ્ર યુવા પેઢીને નહીં. પરંતુ એમ છતાં તેમના શબ્દો વાઇરલ થયા હતા અને દેશભરમાં એક મોટા વિરોધ-આંદોલનનું કારણ બન્યા હતા.

અભિજિત દીપકેનાં માતા-પિતા બન્યાં ભાવુક: મારા દીકરાનો બહુ મોટો વિજય થયો છે 

અભિજિત દીપકેનાં માતા-પિતાની આંખમાં ગઈ કાલે હર્ષનાં આંસુ હતાં. અભિજિતના પપ્પા તો કંઈ બોલી શક્યા નહોતા, પણ તેનાં મમ્મીએ કહ્યું હતું કે ‘મારા દીકરાનો આજે બહુ મોટો વિજય થયો છે. આ હર્ષનાં આંસુ છે. બધી જ બાબતોમાં તે આજે વિજયી બનીને આવ્યો છે. રાતોની રાતો અમને ઊંઘ નહોતી આવતી. પરોઢિયે ત્રણ-ચાર વાગ્યા સુધી જાગતા રહેતા. દીકરાનું શું થશે એની ચિંતા અમને કોરી ખાતી હતી. અમે બહુ જ તાણમાં રહેતાં હતાં. અભિજિતના પિતાનું બ્લડ-પ્રેશર ૧૦૦ જેટલું નીચે ઊતરી ગયું હતું. આજે બહુ સારું લાગી રહ્યું છે. તેણે કરેલી મહેનત ઊગી નીકળી. અઢી મહિના થયા તે બરોબર સૂતો પણ નથી. ૬ જૂને આવ્યો ત્યારથી આજ સુધી ટેન્શનમાં હતો. હવે તેને ટેન્શનમાંથી રિલીફ મળી છે.’ 

અભિજિત દીપકેએ સોનમ વાંગચુકનું નામ લેવાનું ટાળતાં આશ્ચર્ય

વિજય-ભાષણ દરમ્યાન અભિજિત દીપકેએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું નામ લેવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. આ બાબતે જંતરમંતર પર હાજર આંદોલનકારીઓ અને દેશભરના સમર્થકોમાં ભારે કૌતુક સર્જ્યું હતું. કેન્દ્રીય પ્રધાનોની ખાતરી બાદ સોનમ વાંગચુકે ઉપવાસ તોડીને વલણ થોડું નરમ કર્યું હતું, જ્યારે CJPના નેતાઓ રાજીનામાની માગણી પર અડગ 
રહ્યા હતા. એના કારણે બન્ને પક્ષો વચ્ચે વૈચારિક અંતર વધ્યું હોવાનું દેખાય છે. ૨૬ દિવસ સુધી જીવના જોખમે ભૂખહડતાળ કરનાર સોનમ વાંગચુકનો ઉલ્લેખ ન કર્યો એને પગલે આંદોલનકારીઓ વચ્ચે વૈચારિક મતભેદ છતો થયો

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 07:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK