આ બિલ માટેની ચર્ચા દરમ્યાન રાહુલે જાતિ આધારિત વસ્તીગણતરી પર ખૂબ ભાર મૂક્યો હતો
ફાઇલ તસવીર
લોકસભામાં મહિલા અનામત બિલને સપોર્ટ આપતાં કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીએ ગઈ કાલે એના તાત્કાલિક અમલ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઓબીસી માટે ક્વોટાની જોગવાઈ વિના આ બિલ અધૂરું છે.
આ બિલ માટેની ચર્ચા દરમ્યાન રાહુલે જાતિ આધારિત વસ્તીગણતરી પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકારના ૯૦ સચિવોમાંથી ત્રણ જ ઓબીસી છે અને બજેટના પાંચ ટકા જ કન્ટ્રોલ કરે છે, જે પછાત વર્ગોનું અપમાન છે. જોકે બાદમાં રાહુલના આ દાવા વિશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘મોદી સરકારમાં ૨૯ ઓબીસી પ્રધાન છે. અમારી સરકારમાં ૮૫ ઓબીસી સંસદસભ્યો છે. એટલું જ નહીં, અમારી પાર્ટીમાં ૨૭ ટકા વિધાનસભ્યો ઓબીસી છે.’


