દુર્ગા પૂજાના પંડાલના ઉદ્ઘાટન વખતે છરી લઈને આવેલી નશામાં ધુત મહિલાએ મમતા બૅનરજીની સાડી ખેંચીને હંગામો મચાવ્યો, સુરક્ષા-વ્યવસ્થા પર ઊભા થયા સવાલો
મમતા બૅનરજી પર હુમલો કરનારી મહિલા.
તૃણમૂલ કૉન્ગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર મંગળવારે સાંજે કલકત્તાના કાલીઘાટસ્થિત તેમના ઘરની એકદમ બહાર એક અજાણી મહિલાએ અચાનક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મમતા બૅનરજી દુર્ગા પૂજાના પંડાલનું ઉદ્ઘાટન કરવા માટે બહાર આવ્યાં ત્યારે તરત જ આ મહિલા તેમના તરફ ધસી આવી હતી. તેણે મમતા બૅનરજીની સાડી ખેંચીને તેમને પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.
આ હુમલા બાદ મમતા બૅનરજીની વ્યક્તિગત સુરક્ષા-વ્યવસ્થા અને પોલીસ-બંદોબસ્ત વિશે પક્ષના નેતાઓ દ્વારા કેટલાક ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. ઘટના બન્યા બાદ ત્યાં હાજર રહેલા પક્ષના કાર્યકરોએ તાત્કાલિક આ હુમલાખોર યુવતીને રોકીને તેને જમીન પર પટકી દીધી હતી. જોકે યુવતી જરા પણ ડર્યા વગર રસ્તા પર સૂઈને લોકો પર ગુસ્સો કરીને મોટા અવાજે સતત અપશબ્દો બોલી રહી હતી. આખરે તેને સ્થાનિક કાલીઘાટ પોલીસના હવાલે કરવામાં આવી હતી.
રાજ્યસભાનાં સંસદસભ્ય ડોલા સેને ખુલાસો કર્યો કે આ યુવતી નશામાં હતી અને તેની પાસેથી એક છરી પણ મળી હતી. આ મહિલા પોતાને મમતા બૅનરજીની સગી ભત્રીજી ગણાવીને ભીડમાં ઘૂસી હતી અને તેમને ફોઈ કહીને બોલાવી રહી હતી જેથી કોઈને તેના પર શંકા જાય નહીં અને તે સરળતાથી પોતાનો હુમલો કરી શકે.
પ્રતિબંધના બીજા જ દિવસે જંતર મંતરમાં ઘૂસી ગયા CJPના સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે; પોલીસે કરી અટકાયત
ADVERTISEMENT

જંતર મંતરના બંધ દરવાજા કૂદીને અંદર પ્રવેશ્યા બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ગઈ કાલે અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો. આ સ્થળને સત્તાવાર વિરોધ-પ્રદર્શનના સ્થળ તરીકેની માન્યતા રદ કરાયાના એક દિવસ બાદ આ બેઉ જણ એના બંધ દરવાજા કૂદીને ત્યાં પ્રવેશ્યા હતા. તેમને જાફરપુર પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. રાંકાએ તેના X હૅન્ડલ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેઓ સૌરવ દાસ અને સંગઠનના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદે સાથે જંતર મંતરના બંધ દરવાજા પર ચડીને અંદર પ્રવેશતા જોવા મળે છે; ત્યાર બાદ ત્યાં હાજર પોલીસ-કર્મચારીઓએ હસ્તક્ષેપ કરીને તેમને અટકાવ્યા અને પોતાની કસ્ટડીમાં લીધા હતા. વિડિયોમાં રાંકા અને અન્ય લોકો ‘ભારત માતા કી જય’ અને ‘જ્ઞાનેશ કુમાર ઇસ્તીફા દો’ના નારા લગાવતા જોવા મળે છે.
