૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહા કુંભમેળામાં લગભગ ૪૦ કરોડથી વધુ લોકો દર્શનાર્થે આવે એવી સંભાવના છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૧૦૦ કરોડ લોકો આવે તો પણ વાંધો ન આવે
યોગી આદિત્યનાથે કરી ગંગાઆરતી
૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહા કુંભમેળામાં લગભગ ૪૦ કરોડથી વધુ લોકો દર્શનાર્થે આવે એવી સંભાવના છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૧૦૦ કરોડ લોકો આવે તો પણ વાંધો ન આવે એવું જડબેસલાક આયોજન કરવાની તૈયારી કરી લીધી છે.
ADVERTISEMENT
એ માટે તેઓ અવારનવાર પ્રયાગરાજની મુલાકાતે આવતા રહે છે. ગઈ કાલે તેમણે ઇન્સ્પેક્શન કરવા માટે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી.
ગઈ કાલે પહેલાં તેમણે શ્રી બડે હનુમાનજી મંદિરમાં પૂજા કરી હતી અને સાંજે સંગમ નોજ ઘાટ પર ગંગાઆરતી કરી હતી. આ સાથે તેમણે બાયો CNG પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.

