ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે એક હાઇવે અને બે સ્ટેટ હાઇવે સહિત ૯૧ રોડ બંધ છે.
પહલગામ, અનંતનાગ અને હૃષીકેશનાં દૃશ્યો
ઉત્તર ભારતનાં પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના ખીણ પ્રદેશો હાલમાં મૉન્સૂન અને કુદરતી આફતોના બેવડા પ્રકોપનો સામનો કરી રહ્યાં છે. ઘણા હાઇવે અને સેંકડો લિન્ક રોડ બંધ છે. હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રે હાઈ અલર્ટ જાહેર કરી છે.
કાશ્મીરના અનંતનાગ અને પહલગામમાં વાદળ ફાટવાને કારણે જનજીવન ખોરવાયું છે. અચાનક પાણીનું સ્તર વધી જતાં અને ગંદા પાણીના ફોર્સને કારણે નીચલા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જોકે પહલગામમાં ટૂરિસ્ટો સલામત છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે એક હાઇવે અને બે સ્ટેટ હાઇવે સહિત ૯૧ રોડ બંધ છે. પૌડી ગઢવાલ, ચમોલી, ટિહરી અને પિથોરાગઢમાં હાલત ખરાબ છે. ૧૧ બંધમાં જળસ્તર વધી જતાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. ૧૬ જુલાઈ સુધી મંડી, કુલુ, કાંગડા અને ચંબામાં ભારે વરસાદની આગાહી છે. ત્રીસથી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. લાહૌલ અને સ્પીતિના ઊંચાઈવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવી છે.
