Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૈલાસ-માનસરોવર યાત્રા ચીનને લીધે થઈ મોંઘી

કૈલાસ-માનસરોવર યાત્રા ચીનને લીધે થઈ મોંઘી

12 May, 2023 11:59 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિઝા-ફી વધારતાં પ્રવાસીઓએ હવે ૯૦,૦૦૦ને બદલે ૧.૮૫ લાખ રૂપિયા વ્યક્તિદીઠ ભરવા પડશે

કૈલાસ-માનસરોવર યાત્રા

કૈલાસ-માનસરોવર યાત્રા


છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરવામાં આવેલી કૈલાસ-માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું ચીને ફરી શરૂ કર્યું છે. જોકે આ વખતે ઘણા કડક નિયમ બનાવ્યા છે. એ ઉપરાંત પ્રવાસ માટેની વિવિધ ફીની રકમ વધારીને બમણી કરી દીધી છે. હવે ભારતીયોએ આ પ્રવાસ માટે ઓછામાં ઓછા ૧.૮૫ લાખ રૂપિયા ખર્ચવા પડશે. 

જો પ્રવાસીઓ નેપાલથી મદદ માટે હેલ્પર લેશે તો એ માટે ૩૦૦ ડૉલર (અંદાજે ૨૪,૦૦૦ રૂપિયા) અલગ ચૂકવવા પડશે, જેને ગ્રાસ ડૅમેજિંગ ફી નામ આપ્યું છે. ચીને એવી દલીલ કરી છે કે પ્રવાસને કારણે કૈલાસ પર્વત પર ઊગેલા ઘાસને ભારે નુકસાન થાય છે, જેનું વ‍ળતર પ્રવાસીઓએ ચૂકવવું પડશે. ચીને કેટલાક નિયમ વધારતાં સમગ્ર પ્રક્રિયા ઘણી મુશ્કેલજનક બની છે. જેમ કે હવેથી દરેક પ્રવાસીએ કાઠમાંડુના બેઝ કૅમ્પ પર યુનિક આઇડેન્ટિફિકેશન કરાવવું પડશે, જેમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસનું સ્કૅનિંગ થશે. નેપાલના ટૂર ઑપરેટરોના મતે ભારતીયોના પ્રવેશને મર્યાદિત કરવા કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આમ ૨૦૧૯માં જે યાત્રાનો ખર્ચ વ્યક્તિદીઠ ૯૦,૦૦૦ રૂપિયા આવતો હતો એ હવે ૧.૯૫ લાખ રૂપિયા થશે. યાત્રાનું રજિસ્ટ્રેશન પહેલી મેથી શરૂ થયું છે. 



આ પણ વાંચો : સરહદો પર શાંતિ, તો જ સંબંધો મજબૂત રહેશે


ચીનની વધુ એક આડોડાઈ, આતંકવાદીને બ્લૅકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવાયો

ચીને યુનાઇટેડ નેશન્સની સંયુક્ત સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના (જેઈએમ)ના આતંકવાદી અબ્દુલ રઉફ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. જેઈએમના ચીફ મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફનો જન્મ ૧૯૭૪માં પાકિસ્તાનમાં થયો હતો અને તે ૧૯૯૯માં ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ, ૨૦૦૧માં સંસદ પર હુમલો અને ૨૦૧૬માં પઠાણકોટના ઇન્ડિયન ઍરફોર્સના બેઝ સહિતના અનેક આતંકવાદી હુમલાની યોજના અને અમલમાં સામેલ હતો. ચીને અબ્દુલ રઉફને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ૧૨૬૭ આઇએસઆઇ અને અલ-કાયદા પ્રતિબંધની યાદીમાં સામેલ કરવાના ભારતના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. ગયા વર્ષે ઑગસ્ટમાં પણ ચીને રઉફ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરીને એની તમામ સંપ​િત્ત‌ ફ્રીઝ કરવાના અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને વિટો વાપરીને અટકાવી દીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 11:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK