Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચંડીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમના ઘર પાસે બૉમ્બ મળ્યો

ચંડીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમના ઘર પાસે બૉમ્બ મળ્યો

03 January, 2023 11:21 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતની તપાસમાં ઇન્ડિયન આર્મીની વેસ્ટર્ન કમાન્ડ પણ સામેલ થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


ચંડીગઢમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરના સત્તાવાર નિવાસસ્થાન પાસેથી ગઈ કાલે બૉમ્બ મળી આવ્યો હતો. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. આ બાબતની તપાસમાં ઇન્ડિયન આર્મીની વેસ્ટર્ન કમાન્ડ પણ સામેલ થઈ ગઈ છે.

બપોરે ચારથી સાડાચાર વાગ્યા દરમ્યાન એક ટ્યુબવેલ ઑપરેટરે પંજાબ અને હરિયાણાના સીએમના ઘર અને હેલિપૅડની પાસે કેરીના વૃક્ષ પાસે લાઇવ બૉમ્બશેલ જોયો હતો.



ચંડીગઢ ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ડિફેન્સ ફોર્સિસ એ બાબતની તપાસ કરશે કે ક્યાં આ બૉમ્બ બનાવાયો હતો અને પોલીસ તપાસ કરશે કે એ બૉમ્બને કેવી રીતે ત્યાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.  


ચંડીગઢ ઍડ્મિનિસ્ટ્રેશનના નોડલ ઑફિસર કુલદીપ કોહલીએ કહ્યું હતું ‘અમને ત્યાં કોઈ અનિચ્છનીય વસ્તુ હોવાની જાણકારી મળી હતી. જોકે ચેક કર્યું તો ખબર પડી કે એ તો લાઇવ બૉમ્બશેલ છે. હવે અમે એ મામલે તપાસ કરી રહ્યા છીએ કે એને ત્યાં કેવી રીતે પ્લાન્ટ કરવામાં આવ્યો. અમે બૉમ્બ સ્ક્વૉડની મદદથી એ એરિયાને સુર​િક્ષત કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 11:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK