Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબ અને હરિયાણામાં કાતિલ ઠંડીની લહેર

પંજાબ અને હરિયાણામાં કાતિલ ઠંડીની લહેર

03 January, 2023 11:09 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભટિંડામાં તાપમાન ૦.૪ ડિગ્રી સેલ્સિયસ

ફાઇલ તસવીર

Weather Updates

ફાઇલ તસવીર


પંજાબ અને હરિયાણામાં ગઈ કાલે ઠંડીની તીવ્ર લહેર વચ્ચે અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં નોંધનીય ઘટાડો નોંધાયો હતો. પંજાબ, હરિયાણાના કેટલાક વિસ્તારમાં તેમ જ ચંડીગઢમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેતાં દૃશ્યતા ઘટી હતી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર પંજાબમાં ભટિંડામાં સૌથી નીચું ૦.૪ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કે હરિયાણાના મંદકોલા વિસ્તારમાં માઇનસ ૧.૩ ડિગ્રી સેલ્સિયસ  તાપમાન નોંધાયું હતું.  
પંજાબના અમ્રિતસરમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણામાં ૪.૧, પટિયાલામાં ૫.૮, પઠાણકોટમાં ૩.૪, ફરિદકોટમાં ૨.૨ અને મોગામાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કે ગુરદાસપુરમાં ૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હરિયાણાના ફતેહાબાદમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસ, હિસ્સારમાં ૪.૫, નારનૌલમાં ૪.૨, ભિવાનીમાં ૬.૨, સિરસામાં ૩.૪ અને ઝજ્જરમાં ૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બન્ને રાજ્યોની રાજધાની ચંડીગઢમાં ૬.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ અનેક​ વિસ્તારોમાં મિનિમમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું.      


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK