Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દાનચોરીના આરોપી અવિનાશ શુક્લના યોગકેન્દ્રમાંથી મળ્યા ધાબળો ભરીને પૈસા

દાનચોરીના આરોપી અવિનાશ શુક્લના યોગકેન્દ્રમાંથી મળ્યા ધાબળો ભરીને પૈસા

Published : 02 July, 2026 08:03 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ મંદિરમાં દાનનાં નાણાંની ચોરીના મામલે અયોધ્યા પોલીસની તપાસ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે

અવિનાશ શુક્લ જ્યાં રહેતો હતો એ યોગકેન્દ્રમાંથી દાનની રકમની એક પેટી પણ મળી આવી છે.

અવિનાશ શુક્લ જ્યાં રહેતો હતો એ યોગકેન્દ્રમાંથી દાનની રકમની એક પેટી પણ મળી આવી છે.


રામ મંદિરમાં દાનનાં નાણાંની ચોરીના મામલે અયોધ્યા પોલીસની તપાસ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે અને તમામ ૮ આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે. આ કેસનો એક મુખ્ય આરોપી અવિનાશ શુક્લ કૌશલપુરી વિસ્તારમાં આવેલા એક પ્રતિષ્ઠિત યોગકેન્દ્રમાં પોતાના ભાઈ અભિષેક સાથે રહેતો હતો. ચોરીનો આખો મામલો પ્રકાશમાં આવ્યાના ગણતરીના ૧૨ કલાકની અંદર જ ત્યાં નિયમિત આવતા યોગસાધકોએ બન્ને ભાઈઓને કેન્દ્રમાંથી હાંકી કાઢ્યા હતા જે દર્શાવે છે કે આ પવિત્ર સ્થળે થયેલી ચોરીને લઈને સમાજમાં કેટલો પ્રચંડ આક્રોશ વ્યાપ્યો છે. 

મૂળ પ્રતાપગઢના વતની અને વ્યવસાયે શિક્ષક એવો અભિષેક જ પોતાના ભાઈ અવિનાશને આ વર્ષો જૂના યોગકેન્દ્રમાં લાવ્યો હતો. ગત પાંચ જૂનના રોજ જ્યારે આ ચોરીની પ્રથમ કડી મળી ત્યારે એ જ રાત્રે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ઇશારે પોલીસે આ યોગકેન્દ્ર પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન પોલીસને ત્યાંથી એક આખો થેલો ભરીને ચોરીની રોકડ રકમ મળી આવી હતી જેની ગણતરી કરતાં એ ૮૯ લાખ રૂપિયા હતા. પોલીસની આ રાત્રે પાડેલી રેઇડનાં દૃશ્યો આસપાસનાં ઘરોમાં લાગેલા CCTV કૅમેરામાં પણ કેદ થયાં હતાં. 



બીજી સવારે જ્યારે યોગસાધકોને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે તરત જ ત્યાં રહેતા અભિષેક પાસે બ્લૉક ખાલી કરાવીને એને તાળું મારી દીધું હતું. અવિનાશ જેલમાં ગયા બાદ પોલીસ બે દિવસ પહેલાં તેના ભાઈ અભિષેકને પણ વધુ તપાસ અને પૂછપરછ માટે આ યોગકેન્દ્ર પર લાવી હતી. મુખ્ય આરોપી અવિનાશની આ શરમજનક કરતૂતથી સ્થાનિક કૉલોનીના રહીશો પણ સ્તબ્ધ અને અવાક થઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 08:03 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK