Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ માટે કોટાના થિયેટરમાં જ બિગ ફાઇટ

‘પઠાન’ માટે કોટાના થિયેટરમાં જ બિગ ફાઇટ

28 January, 2023 11:17 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૦૦ જેટલી ફિલ્મ હૉલની ક્ષમતા સામે ‘પઠાન’ મૂવીના લાસ્ટ શો માટે ૧૪૦૦થી વધારે ટિકિટ્સ વેચાઈ, જેના કારણે ટિકિટ ન મળતાં દર્શકોએ તોડફોડ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



કોટાઃ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા ભાગનાં થિયેટર્સ હાઉસફુલ છે. લોકોને ટિકિટ પણ મળી રહી નથી. રાજસ્થાનમાં પણ મોટા ભાગનાં થિયેટર્સની બહાર હાઉસફુલનાં બોર્ડ જોવા મળે છે. કોટામાં તો એક થિયેટરે હાઉસફુલ થઈ ગયું હોવા છતાં ટિકિટ વેચી હતી, જેના લીધે સીટ ન મળતાં લોકોએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.
રાજસ્થાનના કોટામાં નટરાજ થિયેટરમાં લોકોએ ખૂબ જ તોફાન કર્યું હતું. દર્શકોનું કહેવું હતું કે તેમને થિયેટરમાં જગ્યા જ નહોતી મળી. આ તોડફોડને જોઈને થિયેટર અને કૅન્ટીનના કર્મચારીઓ ભાગવા લાગ્યા હતા. લોકોનું કહેવું હતું કે સીટ્સ કરતાં વધારે ટિકિટ્સ વેચવામાં આવી હતી. ખૂબ જ તોફાન થતાં થિયેટરના માલિકે અનેક દર્શકોના રૂપિયા પાછા આપી દીધા હતા.
આ ફિલ્મ હૉલની ક્ષમતા લગભગ ૭૦૦ જેટલી હતી. જોકે ‘પઠાન’ મૂવીના લાસ્ટ શો માટે થિયેટરના સ્ટાફે ૧૪૦૦થી વધારે ટિકિટ્સ વેચી હતી. ઑનલાઇન બુકિંગ સિવાય ઑફલાઇન પણ ટિકિટ વેચવામાં આવી હતી. એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે આ થિયેટર નવું જ છે. અહીંના કર્મચારીઓ પણ નવા છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK