બજેટમાં કુલ અંદાજિત ખર્ચ અંદાજિત આવક સામે લગભગ ૯૯.૪૫ કરોડ રૂપિયા છે.
કેદારનાથ અને બદરીનાથ
શ્રી બદરીનાથ કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC)એ મંગળવારે કેદારનાથ અને બદરીનાથ ધામ સહિત એના અધિકારક્ષેત્ર હેઠળનાં ૪૫ મંદિરોમાં બિનસનાતનવાદીઓ (બિનહિન્દુઓ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો. BKTCના પ્રમુખ હેમંત દ્વિવેદીએ યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમિતિએ એપ્રિલ મહિનાથી શરૂ થનારી આગામી ચારધામ યાત્રા માટે ૧૨૧.૦૭ કરોડ રૂપિયાથી વધુના બજેટને પણ મંજૂરી આપી હતી. બજેટની યોજનાના ભાગરૂપે શ્રી બદરીનાથ ધામ માટે ૫૭.૪૭ કરોડ રૂપિયા અને શ્રી કેદારનાથ ધામ માટે ૬૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બજેટમાં કુલ અંદાજિત ખર્ચ અંદાજિત આવક સામે લગભગ ૯૯.૪૫ કરોડ રૂપિયા છે.
આ સિવાય કમિટીએ મંદિર વિસ્તારોમાં નિર્ધારિત અંતરે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
