બૅન્કના જણાવ્યા અનુસાર, ભારતીય મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના આર્થિક વિકાસમાં વધુ યોગદાન આપી રહી છે. હાલમાં 23 ટકા શહેરી મહિલાઓ ઘરના નાણાકીય નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળના નાના વ્યવસાયોમાં ઝડપી વૃદ્ધિ થઈ છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મહિલાઓ માટે ખાસ રચાયેલ નવી બૅન્કિંગ પહેલમાં AU સ્મોલ ફાઇનાન્સ બૅન્ક દ્વારા ‘M સર્કલ’ લૉન્ચ (M Circle) કરવા,આ આવ્યું છે, જે મહિલાઓની નાણાકીય જરૂરિયાતો, આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પહેલનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર અને નાણાકીય રીતે વધુ સશક્ત બનાવવાનો છે. બૅન્કના જણાવ્યા અનુસાર, ભારતીય મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના આર્થિક વિકાસમાં વધુ યોગદાન આપી રહી છે. હાલમાં 23 ટકા શહેરી મહિલાઓ ઘરના નાણાકીય નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળના નાના વ્યવસાયો ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. મહિલાઓ હવે માત્ર ઘર ચલાવતી નથી, પરંતુ સંપત્તિ નિર્માણ, રોકાણ અને સ્વતંત્રતા તરફ પણ આગે વધતી જાય છે.
આ બદલાતી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને બૅન્કે ‘M સર્કલ’ની શરૂઆત કરી છે. આ પહેલ મહિલાઓ માટે સ્માર્ટ નાણાકીય ઉકેલો, આરોગ્ય અને સુખાકારી માટેની સુવિધાઓ અને જીવનશૈલી લાભો પ્રદાન કરે છે. ‘M સર્કલ’નું ધ્યેય દરેક સ્ત્રીના સપનાઓ, આકાંક્ષાઓ અને સિદ્ધિઓની ઉજવણી કરવાનું છે. આ યોજનામાં મહિલાઓને બચત અને લોન ખાતા પર વિશેષ લાભો મળશે. ઉદાહરણ તરીકે, લોન પર પ્રેફરન્શિયલ દર, લૉકર ભાડા પર ડિસ્કાઉન્ટ અને રોકાણ માટે અનુકૂળ કાર્યક્રમો. બૅન્ક દ્વારા મહિલાઓ માટે નાણાકીય સાક્ષરતા (Women In Finance) કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવશે જેથી તેઓ પોતાના લક્ષ્યોને વધુ આત્મવિશ્વાસ સાથે હાંસલ કરી શકે. સાથે સાથે, આરોગ્ય અને સુખાકારી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ‘M સર્કલ’ હેઠળ મહિલાઓને મફત હેલ્થ ચેકઅપ (કૅન્સર સ્ક્રીનિંગ સહિત), ગાયનેકોલૉજી અને પેડિયાટ્રિક કન્સલ્ટેશન, તથા ફિટનેસ ક્લબ અને ફાર્મસી પર ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ મળશે. આ સાથે મહિલાઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
ADVERTISEMENT
લાઇફસ્ટાઇલ અને શૉપિંગના ક્ષેત્રમાં પણ ‘M સર્કલ’ ખાસ ઑફર્સ પ્રદાન કરે છે. નાયકા, અજીયો લક્સ, કલ્યાણ જ્વેલર્સ, બુકમાયશો અને સ્વિગી જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ પર મહિલાઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. ઉદ્યોગસાહસિક મહિલાઓ માટે બિઝનેસ સપોર્ટ, એકાઉન્ટિંગ સહાય, પેમેન્ટ ગેટવે અને ડિજિટલ ટૂલ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. બૅન્કના ડેપ્યુટી CEO ઉત્તમ ટિબરેવાલે જણાવ્યું હતું કે, “દરેક મહિલાની નાણાકીય જરૂરિયાત અલગ હોય છે — પછી તે ગૃહિણી હોય, પગારદાર હોય કે ઉદ્યોગસાહસિક. ‘M સર્કલ’ દ્વારા અમે એવી બૅન્કિંગ સેવા આપવા માગીએ છીએ જે તેમની વ્યક્તિગત જરૂરિયાતોને સમજે અને તેમને દરેક પગલે ટેકો આપે.” ‘M સર્કલ’ આ બૅન્કનો એવો પ્રયાસ છે જે મહિલાઓને નાણાકીય રીતે સશક્ત બનાવે છે, તેમની સિદ્ધિઓને માન આપે છે અને તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવે છે.


