વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટ અને વિજયના ડુપ્લિકેટ એકબીજાને મળ્યા હતા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉડુપીમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજય જેવા અને નરેન્દ્ર મોદી જેવા દેખાતા માણસોએ હાજરી આપતાં આ ઉત્સવમાં હાજર રહેલા ભાવિકો માટે થોડી વાર એ માનવું મુશ્કેલ થયું હતું કે ખરેખર તેઓ બે લોકપ્રિય નેતાઓને જોઈ રહ્યા છે? વિજય જેવો દેખાતો માણસ સુરક્ષા-કર્મચારીઓ સાથે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો અને લોકોનું અભિવાદન કરી કરી રહ્યો હતો. તેના ચહેરાના હાવભાવ અને તેની હેરસ્ટાઇલ અને હાથ હલાવવાની રીત અદ્દલ વિજય જેવી જ હતી. તેણે સાદા સફેદ શર્ટ સાથે ક્રિસ્પ બ્લૅક સૂટ પહેર્યો હતો અને કાળા સનગ્લાસ પહેર્યા હતા. નારંગી કુર્તા અને સફેદ ધોતી પહેરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટ અને વિજયના ડુપ્લિકેટ એકબીજાને મળ્યા હતા, હાથ મિલાવ્યા હતા અને સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા જેનાથી આસપાસના લોકો માટે એક યાદગાર દૃશ્ય સર્જાયું હતું.
